Rajkot: કોરોના કેસ વધતા શિક્ષણ વિભાગ હરકતમાં, હવેથી વિદ્યાર્થીઓએ શાળામાં ફરજિયાત માસ્ક પહેરવું પડશે

|

Jun 20, 2022 | 1:13 PM

શાળામાં ફરજીયાત માસ્ક માટે શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને (Rajkot School) પરિપત્ર મોકલવામાં આવ્યા છે, જયારે બિમાર વિદ્યાર્થીઓને શાળામાં ન મોકલવા પણ સૂચના આપી છે.

Rajkot: કોરોના કેસ વધતા શિક્ષણ વિભાગ હરકતમાં, હવેથી વિદ્યાર્થીઓએ શાળામાં ફરજિયાત માસ્ક પહેરવું પડશે
કોવિડ SOPનું પાલન કરવા આદેશ

Follow us on

રાજયમાં (Gujarat) વધતા જતા કોરોના કેસને(Corona Case)  લઈ રાજકોટનું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરની ઉચ્ચતર અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક પહેરવા સુચના આપવામાં આવી છે. કોવિડ SOPનું (Covid-19 Guidelines) પાલન કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને આદેશ આપ્યા છે. શાળામાં ફરજીયાત માસ્ક માટે શિક્ષણ વિભાગે તમામ શાળાઓને પરિપત્ર મોકલવામાં આવ્યા છે. જયારે બિમાર વિદ્યાર્થીઓને શાળામાં ન મોકલવા પણ સૂચના આપી છે. મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ કોરોના (Covid-19) સંક્રમણનો ભોગ ન બને તે માટે શિક્ષણ વિભાગે (Education Department)  મહત્વનો નિર્ણય લીધો છે.

રાજ્યમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કેસ

ગુજરાતમાં કોરોના કેસ (Corona Update) સતત વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં કોરોના કેસ 40થી લઈને 244 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 4 દિવસથી કોરોનાએ (Covid-19) બેવડી સદી મારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 244 કેસ નોંધાયા છે. જો કે રાહતની વાત એ છે કે, કોરોનાને લીધે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. સાથે જ 131 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કોરોના કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની(Corona Active Case) સંખ્યા પણ 1374 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 5 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે, ત્યારે વધી રહેલા કોરોના કેસે તંત્રની ચિંતા વધારી છે.

બીજી તરફ અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ (Ahmedabad) શહેર અને જિલ્લામાં કોરોનાના 120 નવા કેસ નોંધાયા. સુરતમાં 38, વડોદરામાં 34, રાજકોટમાં 10, વલસાડમાં 6 નવા દર્દીઓ મળ્યા. તો રાજ્યભરમાં 10,937 નાગરિકોને કોરોનાની રસી અપાઈ છે જ્યારે અત્યાર સુધી ગુજરાતમાં રસીના કુલ 11.08 કરોડથી વધુ ડોઝ અપાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99 ટકા પર પહોચ્યો છે. કોરોનાને કારણે રાજ્યમાં કુલ 10946 મૃત્યુ થઈ ચૂક્યા છે.

Next Article