Rajkot : મોંઘવારીમાં પિસાતી સામાન્ય જનતા, તહેવારો ટાણે જ શાકભાજીના ભાવમાં વધારો
નોંધનીય છેકે પેટ્રોલ ડિઝલ અને ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે ડિઝલ અને પેટ્રોલના ભાવવધારાની અસર અન્ય ચીજવસ્તુઓ પર પણ થઇ રહી છે. જેને કારણે હાલ જનતા પરેશાન છે.
નવરાત્રિ, દિવાળીના તહેવારો ટાણે પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડીઝલમાં બેફામ ભાવ વધારો અને ભારે વરસાદથી શાકભાજીના ભાવ આસમાને આંબી ગયા છે, રાજકોટમાં શાકભાજીના ભાવમાં રોકેટ ગતિનો ઉછાળો નોંધાયો છે, 20 દિવસ પહેલા જે ભાવે શાકભાજી મળતા હતા, તેમાં હવે સીધો બે ગણો વધારો થયો છે, તો ડુંગળી, ટામેટા સહિતના શાકભાજી ત્રણ ગણા વધી ગયા, ભારે વરસાદથી શાકભાજીના પાકને મોટો ફટકો પડ્યો છે, લીલા શાકભાજી ભાવ બમણાં થઈ ગયા છે, હોલસેલ વિક્રેતાઓના મતે પ્રજાને દિવાળી સુધી શાકભાજી સસ્તા મળે તેવી કોઈ શક્યતા નથી,
લીલા શાકભાજીના ભાવ થયા બમણાં.
શાકભાજી પહેલા હાલ
ટમેટાં ૨૦-૨૫ ૭૦ -૮૦
ભીંડો ૪૦- ૪૫ ૭૦-૮૦
ગુવાર ૫૦-૬૦ ૧૪૦-૧૫૦
કોબી ૧૫-૨૦ ૪૦-૫૦
રીંગણા ૨૦ ૮૦-૧૦૦
ફલાવર ૪૦-૫૦ ૧૦૦-૧૨૦
દૂધી ૨૦-૩૦ ૬૦
ચોળી ૬૦ ૧૫૦
કારેલા ૩૦-૪૦ ૬૦-૭૦
મરચા ૫-૧૦ ૫૦-૬૦
કોથમીરના પણ ૧૫૦ થી ૧૬૦ રૂપિયા
ભારે વરસાદને કારણે શાકભાજી ધોવાણ થઇ જતા ભાવ વધારો થયો હોવાનો વેપારીઓનો મત.
તુરીયા ૨૦ ૮૦- ૧૦૦ રૂપિયા
સૌથી વધારે ઉછાળો ટમેટાંના ભાવમાં વધારો થયો છે. નોંધનીય છેકે પેટ્રોલ ડિઝલ અને ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો નોંધાયો છે. ત્યારે ડિઝલ અને પેટ્રોલના ભાવવધારાની અસર અન્ય ચીજવસ્તુઓ પર પણ થઇ રહી છે. જેને કારણે હાલ જનતા પરેશાન છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
