રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, RMCએ 36 ટીમ બનાવી ફોગિંગની કામગીરી હાથ ધરી

| Edited By: | Updated on: Sep 28, 2021 | 6:48 PM

આરોગ્ય વિભાગના ચેકિંગમાં અનેક સ્થળે મચ્છરના બ્રીડીંગ મળી આવ્યા હતા..તો વધુ દર્દીઓ મળ્યા તે વિસ્તારમાં લોહીના નમૂના લઈ સારવાર આપવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.

RAJKOT : રાજકોટમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માજા મૂકી છે..ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસ વિવિધ વિસ્તારમાં વધ્યા છે.રાજકોટના આરોગ્ય વિભાગે મચ્છરોનો ઉપદ્રવ નાથવા 36 ટીમ બનાવી ફોગિંગની કામગીરી હાથ ધરી છે.આ ઉપરાંત વરસાદના ભરાયેલા પાણી દૂર કરવા લોકોને સમજાવી રહ્યાં છે.આરોગ્ય વિભાગના ચેકિંગમાં અનેક સ્થળે મચ્છરના બ્રીડીંગ મળી આવ્યા હતા..તો વધુ દર્દીઓ મળ્યા તે વિસ્તારમાં લોહીના નમૂના લઈ સારવાર આપવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.

રાજકોટ શહેરમાં વકરેલા રોગચાળાની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુંના 23 કેસ સામે આવ્યા છે. જે પહેલા 7 થી 9 હતા. એટલે કે રાજકોટ શહેરમાં ડેન્ગ્યુંના કેસોમાં ચાર ગણો વધારો નોંધાયો છે. વરસાદ બાદ હજી પણ રોગચાળો વધુ વકરે તેવી શકયતા છે. રાજકોટમાં ગયા વર્ષે ચોમાસાની સીઝનમાં ડેન્ગ્યુંના કુલ 62 હતા જે આ આ વર્ષે અત્યારથી સંખ્યા વધી ગઈ છે. ઓક્ટોબર મહિનો આખો બાકી છે. આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયામાં મલેરિયાના 6 કેસ સાથે કુલ 36 કેસ થયા છે જ્યારે છેલ્લા એક અઠવાડિયામાં ચિકનગુનિયાના 2 કેસ સાથે કુલ 16 કેસ થયા છે.

આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આપ્યા આ આદેશ

આ પણ વાંચો : અમદાવાદમાં પકડાયું નકલી ચલણી નોટો છાપવાનું ‘કારખાનું’, SOGએ બે શખ્સોની ધરપકડ કરી