Rajkot: જસદણમાં વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીઓની 700 ગુણી પલળી ગઈ, ખેડૂતોને વ્યાપક નુકસાન

|

Oct 10, 2022 | 6:44 PM

માર્કેટિંગ યાર્ડમાં પતરાના શેડના અભાવે ખેડૂતોને પોતાની જણસ ખુલ્લામાં રાખવી પડે છે, ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે યાર્ડના સતાવાળાઓની બેદરકારીને લીધે જણસ પલળી ગઈ છે. નવરાત્રીના બાદ જે પ્રકારે વાતાવરણ બદલાયું અને વરસાદની ધમધોકાર ઈનિંગ જોતા ખેડૂતોની સામે જ પાક પલળી ગયો અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઇ છે.

Rajkot: જસદણમાં વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીઓની 700 ગુણી પલળી ગઈ, ખેડૂતોને વ્યાપક નુકસાન
જસદણમાં વરસાદથી માર્કેટિંગ યાર્ડમાં રહેલી કપાસ અને મગફળીને નુકસાન

Follow us on

રાજકોટ જિલ્લાના જસદણમાં  (Jasdan) ભારે પવન સાથે વરસાદ (Rain) તૂટી પડ્યો હતો અને  ધોધમાર વરસાદના પગલે માર્કેટ યાર્ડમાં  (Marketing Yard) ખુલ્લામાં રાખેલી જણસ પણ પલળી ગઈ છે ખેડૂતોએ અપાર મહેનત કરીને પકવેલી મગફળીઓ માકેટિંગ યાર્ડમાં  વેચવા માટે પહોંચાડવામાં આવી હતી, પરંતુ અહીં ભારે વરસાદ થતા 2 હજાર મણ કપાસ અને મગફળીની 700 ગુણી પલળી જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.  માર્કેટિંગ યાર્ડમાં પતરાના શેડના અભાવે ખેડૂતોને પોતાની જણસ ખુલ્લામાં રાખવી પડે છે, ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે યાર્ડના સતાવાળાઓની બેદરકારીને લીધે જણસ પલળી ગઈ છે.

જીલ્લાના ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાનો અનુભવ ત્યાંના ખેડૂતોને થઈ રહ્યો છે. વરસાદના કારણે (Peddy) ડાંગર, મગફળી  (Ground nut ) અને કપાસના ઉભા પાકનો સોથ વાળી દીધો છે. ડાંગરના પાકમાં એટલુ નુક્સાન થયું છે કે ખેડૂતને તેની પડતર પણ પાછી મળે તેની પણ આશા નથી દેખાતી. શરૂઆતમાં  મેઘરાજાની કૃપા એવી વરસી કે ખેડૂતોના ચહેરા પર સ્મિત હતું કે આ વખતે ખૂબ સારા પ્રમાણમાં પાક તૈયાર થશે અને સારી કમાણી પણ મળી રહેશે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ખેડૂતોને ક્યાં ખબર હતી કે આ મહેર  છેલ્લે છેલ્લે  ફળ આપનારી નહીં પણ નુક્સાની વાળી સાબિત થશે. ખેડૂતોએ કપાસ, મગફળી અને ડુંગળીની ખેતી કરી હતી. સારો વરસાદ થતા નદી, ડેમ ભરાઈ જવાના કારણે પાણીના તળમાં પણ સુધારો થતાં ખેડૂતોને ખેત ઉત્પાદનમાં ભારે ફાયદો થવાની શક્યતાઓ હતી પણ કમનસીબે નવરાત્રીના બાદ જે પ્રકારે વાતાવરણ બદલાયું અને વરસાદની ધમધોકાર ઈનિંગ જોતા ખેડૂતોની સામે જ પાક પલળી ગયો અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે.

Next Article