AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરને વિવાદીત કવિતા લખવી ભારે પડી, કુલપતિએ સસ્પેન્ડ કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદો પર કવિતા લખનાર ગુજરાતી ભવનના પ્રોફેસર અને અધ્યક્ષ ડો.મનોજ જોષીને યુનિવર્સિટીએ સસ્પેન્ડ કર્યા છે. યુનિવર્સિટી દ્રારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને યુનિવર્સિટી કેમ્પસમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરને વિવાદીત કવિતા લખવી ભારે પડી, કુલપતિએ સસ્પેન્ડ કર્યા
ડો.મનોજ જોષીને યુનિવર્સિટીએ સસ્પેન્ડ કર્યા
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 03, 2023 | 10:11 PM
Share

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરને કવિતારુપી બળાપો ઠાલવવાનુ ભારે પડ્યુ છે. પ્રોફેસરને યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવા સાથે કેમ્પસમાં પ્રવેશ સંદર્ભે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષક સંઘમાં ગુજરાતી ભવનના પ્રોફેસર ડો. મનોજ જોષીએ વિવાદીત કવિતા લખી હતી. આ કવિતાને તેઓએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને જે વાયરલ થવા લાગી હતી. જેને લઈ યુનિવર્સિટી દ્વારા વિવાદીત કવિતા લખવા બદલ નોટીસ પ્રોફેસરને ફટકારવામાં આવી હતી. ઉપરાંત તેમની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જ હવે પ્રોફેસર ડો. મનોજ જોષીને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ડો. જોષીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગુજરાતી ભવનના પ્રોફેસરને કવિતા લખવી એટલી હદે ભારે પડી ગઈ છે કે, તેમને સસ્પેન્ડ થવા સાથે હવે પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા તેઓની સામે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી.

કેમ્પસમાં હાજરી ગેરકાયદેસર પ્રવેશ ગણાશે

વિવાદીત કવિતા લખનારા પ્રોફેસર પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખફા છે. કુલપતિએ યુવિનર્સિટીના ઓર્ડિન્સ-2005 મુજબ કોડ ઓફ કંડક્ટ હેઠળ કાર્યવાહી કરી છે. વિવાદીત કવિતા લખીને તેને સોશિયલ મીડિયા પર શેર કરવાને લઈને કુલપતિએ મામમલો ધ્યાને આવતા જ કાર્યવાહી શરુ કરી હતી. કવિતા વાયરલ થવા લાગતા કુલપતિની જાણમાં આવતા જ પ્રોફેસર જોષીને નોટીસ મોકલવામાં આવી હતી. આ સાથે જ તેમની સામે ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી હતી.

તપાસ બાદ હવે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ કુલપતિ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ કેમ્પસમાં પ્રવેશ અંગે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કુલપતિએ આદેશમાં બતાવ્યુ છે કે, પ્રોફેસર કેમ્પસ વિસ્તારમાં હાજરી હોવાનુ જોવા મળશે તો એ તેમનો ગેરકાયદેસર પ્રવેશ હશે. આ માટે તે સંદર્ભની કાર્યવાહી પણ થઈ શકે છે.

પ્રોફેસર સમીર વૈદ્ય સામે કાર્યવાહી ના થતા સવાલ કર્યા

આત્મિય સંકુલમાં 33 કરોડની ઉચાપત થઈ હોવાની તપાસ જારી છે. પોલીસ દ્વારા ઉચાપતને મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. 33 કરોડના આ કૌભાંડમાં પ્રોફેસર સમીર વૈદ્યનુ નામ પણ સામેલ છે. આમ છતાં તેની સામે કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. આ દરમિયાન યુનિવર્સિટી દ્વારા આંખ આડા કાન કરવાની દરમિયાન પ્રોફેસર વૈદ્યે સ્વૈચ્છિક રાજીનામુ ધરી દીધુ હતુ. આ મામલામાં કુલપતિ મૌન હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

ડો. મનોજ જોષીએ આ કવિતા લખી હતી.

રોજરોજ કૌભાંડ જ આવે, બોલ ભાઈ ભજીયા શેં ભાવે કોઈ ફસાયા કેસ મહીં તો કોઈ થયા સસ્પેન્ડ થયા એટલા કાંડ કે જેનો આવે ના ધી એન્ડ રાજ્યસભાના સભ્ય થયા નારાજ, કરી ફરિયાદ ભેદભાવથી ભાગ પડાવ્યા એવો જાતિવાદ સમીર એટલે હવા અને એ ઉડી ગયો પરદેસ કોઈ નથી બાકી એમાંથી, સૌ પર ચાલે કેસ ફક્ત નામનો, નથી કામનો ખૂબ કર્યું નુકસાન કયા શુકનમાં ચાર્જ લીધો તે ચાલુ થઇ ગઈ પડતી એની નબળી નીતિ અને પટલાઇ સૌને નડતી બંધ કરાવી કોલેજો એ નાઘેડી કે ધારી શિક્ષણની કરી દુર્દશા કરતો ભૂંડી કારી સૌને નડતો, પગમાં પડતો પોતે એક પનોતી હવે અમારી સંસ્થા ઉદ્ધારકની વાટુ જોતી મીડિયા, જનતા, છાત્ર આપતા શાપ , શરમ ના આવે? બધાં મોરચે થયો વિફળ ને તો પણ ભજીયા ભાવે ? ડો.સમીર વૈદ્યના કેસમાં યુનિવર્સિટીએ આટલી ઝડપથી કાર્યવાહી ન કરી !

આ પણ વાંચોઃ Sabarkantha Bank: સાબરકાંઠા બેંકના ચેરમેન સહિત 11 ડિરેક્ટરોની ચૂંટણી ઉમેદવારી રદ, સહકારી રાજકારણમાં ખળભળાટ

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">