Rajkot: જોખમી રીતે સફાઇ કરાવવાની ઘટનામાં આચાર્યનો ચાર્જ છીનવાયો, શિક્ષિકા તરીકે રહેશે કાર્યરત

|

Jan 25, 2023 | 9:44 AM

વીડિયો વાયરલ થતા વિદ્યાર્થીઓની  સુરક્ષા માટે અનેક પ્રશ્નો ઉભા થયા હતા.  સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો હતો કે જો આ બાળકો સાથે દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ ? સાફ સફાઈના નામ પર શિક્ષકોએ વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકી છત પર ચડાવ્યાં હતાં.

Rajkot: જોખમી રીતે સફાઇ કરાવવાની ઘટનામાં આચાર્યનો ચાર્જ છીનવાયો, શિક્ષિકા તરીકે રહેશે કાર્યરત

Follow us on

રાજકોટના અશોક નગર પાસે આવેલી શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નબર 81માં બપોરના સમયે શાળાના છજા પર વિદ્યાર્થીઓને ચડાવીને સાફ સફાઈ કરાવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થવાને પગલે તંત્રએ કામગીરી કરતા આચાર્ય મહિલાને ફરજમોકૂફ કર્યા છે હવે આ આચાર્ય માત્ર શિક્ષિકા તરીકે જ કાર્યરત રહેશે.  આ ઘટનાનો વીડિયો વાયરલ થતા શાસનાધિકારીએ આચાર્ય પાસેથી  આચાર્ય તરીકેની સત્તા લઈ લીધી હતી અને હવે આચાર્ય માત્ર શિક્ષિકા તરીકે જ શાળામાં કાર્યરત રહેશે.

આચાર્ય હવે માત્ર શિક્ષીકા તરીકે જ બજાવશે ફરજ

આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળતું હતું કે બે વિદ્યાર્થીઓને શાળાના છજા ઉપર હાથમાં સાવરણી લઈને સાફ-સફાઈ કરી રહ્યા છે અને શિક્ષિકા નીચે ઉભા ઉભા તેમને સાફ – સફાઈ કરવા માટે સૂચના આપી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતા વિદ્યાર્થીઓની  સુરક્ષા માટે અનેક પ્રશ્નો ઉભા થયા હતા.  સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો હતો કે જો આ બાળકો સાથે દુર્ઘટના બને તો તેનો જવાબદાર કોણ ? સાફ સફાઈના નામ પર શિક્ષકોએ વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકી છત પર ચડાવ્યાં હતાં. જો તેમને કઈ પણ થાય તો કોણ જવાબદારી લેશે. પેન પકડવાની જગ્યામાં તેમને સાવરણી પકડાવવામાં આવી છે.

પ્રિન્સિપાલે પ્રેરણાત્મક પ્રવૃતિ કહીને કર્યો હતો બચાવ

આ ઘટના અંગે શાળાના પ્રિન્સિપલ રીટાબેનને પ્રશ્ન પૂછતા તેમને જણાવ્યું કે શાળાના વિદ્યાર્થીઓને છત પર ચડાવી સાફ સફાઈ કરવી તો ગર્વની બાબત છે. આ રીતે છત પર ચડાવીને સફાઈ કરવાની કામગીરીને મોટિવેશનલ પ્રવૃત્તિ તરીકે  ગણાવીને  પોતાનો સ્વબચાવ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો  : શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકી સાફ- સફાઈ કરાવી, જુઓ Video

 

 

 

Next Article