Rajkot: એર ઇન્ડિયાની ફ્લાઇટ પાંચ કલાકે પણ ન ઉપડતા મુસાફરોનો હોબાળો

|

Oct 09, 2022 | 10:40 AM

સમગ્ર ઘટના એવી હતી કે એર ઇન્ડિયાની ફલાઈટનો AI-404 નો સમય 3.30 વાગ્યોનો હતો. તેમ છતાં આ ફ્લાઇટ સાંજે સાત વાગ્યા સુધી પણ ઉપડી ન હતી. ટેકનિક ખામીને કારણે ફલાઇટ ઉપડી ન હતી. રાજકોટથી આ ફ્લાઇટ દિલ્હી ફ્લાઈટ જવાની હતી, જેના કારણે દિલ્હીથી વિદેશ જતા મુસાફરોને કનેકટીંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી.

Rajkot: એર ઇન્ડિયાની ફ્લાઇટ પાંચ કલાકે પણ ન ઉપડતા  મુસાફરોનો હોબાળો
રાજકોટ એરપોર્ટ ખાતે મુસાફરોએ એર ઇન્ડિયા હાય હાય ના નારા લગાવ્યા

Follow us on

રાજકોટ એરપોર્ટ  (Rajkot Airport) પર ગત રોજ સાંજના સમયે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એર ઈન્ડિયાની  (Air india) ફ્લાઈટ પાંચ કલાક બાદ પણ ન ઉપડતાં  કલાકોથી કંટાળેલાં મુસાફરોએ  ભારે  હોબાળો મચાવ્યો હતો. આ  હોબાળાને પગલે એરપોર્ટનો સિક્યુરિટી સ્ટાફ પણ દોડી આવ્યો હતો. રાજકોટથી દિલ્લી જનારી AI-404માં  ખામીને કરાણે100 ઉપરાંત જેટલાં મુસાફરો એરપોર્ટ પર રઝળી પડ્યા હતા, તો વિદેશ જતાં કેટલાય મુસાફરોની કનેક્ટિંગ ફ્લાઈટ રદ કરવી પડી હતી. એરપોર્ટ ઉપર એર ઈન્ડિયાની AI-404 ફ્લાઈટ રાજકોટથી દિલ્હી  (Delhi) જતી ફ્લાઈટનો શિડ્યુલ બપોરે 3.30  વાગ્યાનો હતો. જો કે, નિયત સમય  વિતી ગયો હોવા છતાં પણ ફ્લાઈટ  સાંજે  7 વાગ્યા સુધી ઉપડી ન હતી. પાંચ કલાક સુધી એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોઈ બેસેલાં મુસાફરોની ધીરજનો અંત આવી ગયો હતો. બીજી બાજુ એર ઈન્ડિયાના સ્ટાફ દ્વારા પણ સરખો જવાબ ન અપાતાં એરપોર્ટ પર મુસાફરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.

એરપોર્ટ પર મુસાફરોએ અધિકારીઓનો લીધો ઉધડો

સમગ્ર ઘટના એવી હતી કે એર ઇન્ડિયાની ફલાઈટનો AI-404 નો સમય 3.30 વાગ્યોનો હતો. તેમ છતાં આ ફ્લાઇટ સાંજે સાત વાગ્યા સુધી પણ ઉપડી ન હતી. ટેકનિક ખામીને કારણે ફલાઇટ ઉપડી ન હતી. રાજકોટથી આ ફ્લાઇટ દિલ્હી ફ્લાઈટ જવાની હતી, જેના કારણે દિલ્હીથી વિદેશ જતા મુસાફરોને કનેકટીંગ ફ્લાઈટ પણ કેન્સલ કરવી પડી. મસમોટા ભાડા ખર્ચીને વિદેશની ટીકીટ લીધી હતી તેમને ગંતવ્ય સ્થાને જવાની ફલાઇટ પણ  ન મળી હતી.    મુસાફરોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે  સંબંધિત અધિકારીઓએ  આ મુ્દે  યોગ્ય જવાબ પણ આપ્યો નહોતો અને  વૃદ્ધ મુસાફરો તેમજ બાળકો વાળા મુસાફરો  ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા હતા.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Published On - 9:54 am, Sun, 9 October 22

Next Article