રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે યોજાયુ મતદાન, કૂલ 21 પૈકી 20 મતદારોએ કર્યુ મતદાન

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું. કુલ 21 પૈકી 20 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. આ ચૂંટણીમાં ભાજપ vs ભાજપનો જંગ જોવા મળ્યો. પ્રાદેશિક નેતાઓના બે જૂથો સામસામે હતા, અને હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. આવતીકાલે પરિણામ જાહેર થશે.

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે યોજાયુ મતદાન, કૂલ 21 પૈકી 20 મતદારોએ કર્યુ મતદાન
| Edited By: | Updated on: Sep 08, 2026 | 3:35 PM

રાજકોટના લોધીકા સંઘની ચૂંટણીં માટે હાલ મતદાન પૂર્ણ થયુ છે. ત્યારે 5 બેઠકો માટેના મતદાનમાં 21 પૈકી 20 મતદારોએ મતદાન કર્યુ છે. કૂલ 15 બેઠકોની ચૂંટણીમાં 10 બેઠકો બીનહરીફ થઈ છે જ્યારે 5 બેઠકોમાં આજે મતદાન યોજાયુ છે. રાજકોટ લોધિકા સંઘની આ ચૂંટણીમાં ભાજપ VS ભાજપ મેદાને છે. મતદાન દરમિયાન જ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ઉમેદવારો અને મતદારો પોલીસ પ્રોટેક્શનમાં મતદાન સ્થળ પર પહોંચ્યા હતા.

આ ચૂંટણીમાં કુવાડવા જૂથ બેઠક અન માધાપર જૂથ બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની છે.  જેમા પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને ભાજપના પીઢ નેતા ઘોઘુભા જાડેજાની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. ઘોઘુભા જાડેજા સામે રાદડિયા જુથના મનાતા વિજય સખિયા મેદાને છે.  અરવિંદ રૈયાણીની કુવાડવા જુથ બેઠકના મતદારો પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા હતા. આ ચૂંટણી માટે ભાજપ દ્રારા વ્હિપ આપવામાં આવ્યો હતો. જો કે વ્હિપનો અનાદર કરીને ક્રોસ વોટિંગ થયાની પૂરી શક્યતા છે.  અરવિંદ રૈયાણી અને ઘોઘુભા જાડેજાની મંડળી જુથની બેઠકોમાં વ્હિપની વિરુદ્ધ મતદાન થયાની શક્યતા.

21 માંથી 20 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો જ્યારે ખોખડદળ બેઠકમાં મતદાન થયુ નથી. 15 બેઠકમાંથી 10 બેઠકો બિનહરીફ થઈ છે. પાંચ બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલુ છે. 21 મતદારો પૈકી 20 મતદારોએ મત આપ્યા છે. હાઇ પ્રોફાઇલ બેઠક ગણાતી કુવાડવા બેઠક પર ચારેય મતદારોએ મત આપ્યાં છે.

આ ચૂંટણી અંગે સહકારી આગેવાન હરદેવસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ કે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ આપવાથી વિવાદ થયો છે. જ્યાં સિમ્બોલ ન હોય ત્યાં મેન્ડેટ પણ ન હોય. મેન્ડેટ પ્રથાથી તાલુકા ભાજપનું સંગઠન પણ ડિસ્ટર્બ થાય છે. જે લોકોને ચૂંટણી લડવાની તલાવેલી હોય એ લોકોને કોઈ પણ ભોગે લડે છે. મેઈન પ્રશ્ન તો મેન્ડેટનો છે. બીજેપી સાથે જ છીએ અને બીજેપી જીતે એવી જ અપેક્ષા છે.

મતદાન મથક પર સવારથી જ ભારે રાજકીય હલચલ અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો.. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં કુવાડવા બેઠક ખાસ પ્રતિષ્ઠાનો જંગ બની છે કારણ કે આ બેઠક પર ભાજપના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી ઉમેદવાર છે તો ખોખરદળ બેઠક પણ ચર્ચાનો વિષય બની છે.

ચૂંટણીમાં બે મોટા પ્રાદેશિક નેતાઓના જૂથો એક તરફ જયેશ રાદડિયાનું જૂથ અને બીજી તરફ પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટનું જૂથ આમને-સામને આવ્યા હતા. બંને જૂથો દ્વારા પોતાના સમર્થકોને એકત્ર કરવા અને પોતાના તરફી મતદાન કરાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. હાલના માહોલ અને ગતિવિધિઓ જોતાં જયેશ રાદડિયા જૂથનું પલડું ભારે હોવાનું જણાઈ રહ્યું છે.

આ દરમિયાન, એક વિવાદિત વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં અરવિંદ રૈયાણી પર દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આરોપો મુકાયા હતા. આ વીડિયો અરવિંદ રૈયાણીના પ્રતિસ્પર્ધી ઉમેદવાર અને બે મતદારો દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવ્યો હતો. માધાપર જૂથમાં પણ સ્થાનિક કક્ષાના મોટા નેતા ગોઘુભાની સીટ પર વિવાદ જોવા મળ્યો છે, જેણે ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી છે.

લોધિકા સંઘની આ ચૂંટણી માત્ર સહકારી ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહેતા સ્થાનિક રાજકીય સમીકરણો અને ભાજપનો આંતરિક જૂથવાદ પણ સામે આવ્યો છે. ભાજપ VS ભાજપની આ જંગમાં આવતીકાલે પરિણામ જાહેર થશે ત્યારે જોવાનું રહેશે કે મતદારોએ ભાજપના વ્હીપને માન આપીને પક્ષના આદેશને માન આપ્યુ છે કે બળવો કરીને અન્ય ઉમેદવારોને સમર્થન આપ્યું છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

રાજકોટ જિલ્લામાં જયેશ રાદડિયા vs પ્રશાંત કોરાટ, બે સિનીયર નેતાઓએ રા.લો સંઘને બનાવ્યો પ્રતિષ્ઠાનો જંગ

 

Published On - 3:21 pm, Tue, 8 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.