રાજકોટ(Rajkot)જિલ્લાના સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વની લડાઇમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો(Jayesh Radadiya)હાથ ઉપર રહ્યો છે,આજે રાજકોટ લોઘિકા ખરીદ વેચાણ સંઘમાં બેંકના પ્રતિનિધી તરીકે વિજય સખિયાને(Vijay Sakhiya)દૂર કરીને તેની જગ્યાએ મહેશ આસોદરિયાને નિમણૂક આપવામાં આવી છે.આ અંગે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે જિલ્લા સહકારી બેંક દ્રારા વિજય સખિયાને દૂર કરવા માટેની દરખાસ્ત આવી હતી જો કે કાયદાકીય સૂચન માટે આ દરખાસ્તને પેન્ડીંગ રાખવામાં આવી હતી.આ અંગે જિલ્લા ભાજપનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું હતું અને સર્વ સંમતિથી પાર્ટીના આદેશ પ્રમાણે વિજય સખિયાને દુર કરીને મહેશ આસોદરિયાને ડેરીના પ્રતિનિધી તરીકે નિમણુક આપવામાં આવી છે.બીજી તરફ જયેશ રાદડિયાના હરિફ જુથ વિજય સખિયાને પદ પર બચાવી શક્યું ન હતું.જો કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ બોર્ડે લીધેલા નિર્ણયને નિતીન ઢાંકેચાએ પોતાની જીત બતાવી હતી.
જો કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ બોર્ડે લીધેલા નિર્ણયને નિતીન ઢાંકેચાએ પોતાની જીત બતાવી હતી.તેમણે કહ્યું હતું કે વર્ષોથી સહકારી ક્ષેત્ર પોતાની રીતે નિર્ણયો લેતું હતું પરંતુ પ્રથમવાર એવું બન્યું છે કે જયેશ રાદડિયાએ ભાજપ કાર્યાલય સુધી જવું પડ્યું છે.અમે પાર્ટીનો આદેશ માન્યો છે નહિ કે જયેશ રાદડિયાની જીત થઇ છે.ડેરીમાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થયા હોવાને કારણે જયેશ રાદડિયા વિજય સખિયાને પદ પરથી હટાવી રહ્યા છે.
રાજકોટ લોઘિકા સંઘમાં જિલ્લા બેંકના સભ્ય તરીકે વિજય સખિયાને દુર કરવાની જયેશ રાદડિયાની ભલામણ કરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.જયેશ રાદડિયાનું હરિફ જુથ આ માટે સતત ભાજપના મવડી મંડળને રજૂઆત કરી રહ્યું હતું જો કે કાયદાકીય બાબતોને કારણે આ અંગે કોઇ નિર્ણય જાહેર થયો ન હતો અંતે ભાજપ દ્રારા વ્હિપ આપવામાં આવ્યો હતો અને જિલ્લા બેંક દ્રારા રાજકોટ લોધિકા સંઘમાં પ્રતિનિધી તરીકે જે નામની ભલામણ કરવામાં આવે તેને માન્ય રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
પ્રથમ દાવમાં પોતાની હાર થતા જયેશ રાદડિયાના હરિફ જુથ દ્રારા ભ્રષ્ટાચારની વાત આગળ કરીને ફરી સી. આર. પાટીલને રજુઆત કરવાની વાત કરી હતી.આવતા સપ્તાહે હરિફ જુથ પૈકીના વિજય સખિયા,નિતીન ઢાંકેચા,પરસોતમ સાવલિયા ફરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને મળવા જવાના છે.બેંકમાં ભરતીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે જવાબદારો સામે પગલા ભરવાની તેઓ રજૂઆત કરશે.
આ પણ વાંચો : Surat: અઠવાડિયામાં 2 કલાકથી વધુના વીજ કાપથી ખેડુતો પરેશાન, શેરડી-ડાંગર સહિતના પાકને નુકસાન
આ પણ વાંચો : વિશ્વ ટીબી દિવસ : ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત
Published On - 4:11 pm, Thu, 24 March 22