Rajkot: ખેડૂતો માટે સારા સમાચાર, જીરૂનો ભાવ ઓલટાઇમ હાઇ,મણના ભાવ 5351 રૂપિયા ઉપજ્યા

. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે 1050 ક્વીન્ટલ જીરૂની આવક થઇ છે.જેમાં એક મણના ભાવ 4100 રૂપિયાથી લઇને 5300 રૂપિયા ઉપજ્યા હતા.માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કામાણીના કહેવા પ્રમાણે ગત સોમવારે જીરૂનો ભાવ 5100 રૂપિયા હતો

Rajkot: ખેડૂતો માટે સારા સમાચાર, જીરૂનો ભાવ ઓલટાઇમ હાઇ,મણના ભાવ 5351 રૂપિયા ઉપજ્યા
Rajkot Cumin Market
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Dec 15, 2022 | 4:57 PM

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં જીરૂનો ભાવ ઓલટાઇમ હાઇ પહોંચ્યો છે.આજે માર્કેટીંગ યાર્ડમાં જીરૂના એક મણના ભાવ 5351 રૂપિયા ઉપજ્યા છે જેના કારણે ખેડૂતોને ભારે લાભ થયો છે.નિષ્ણાંતોનું કહેવું છે કે જીરૂનો ભાવ વિક્રમજનક છે અને બજારની જે પ્રકારની સ્થિતિ છે તેને જોતા હજુ ભાવ વધી શકે છે. રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડમાં આજે 1050 ક્વીન્ટલ જીરૂની આવક થઇ છે.જેમાં એક મણના ભાવ 4100 રૂપિયાથી લઇને 5300 રૂપિયા ઉપજ્યા હતા.માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટર અતુલ કામાણીના કહેવા પ્રમાણે ગત સોમવારે જીરૂનો ભાવ 5100 રૂપિયા હતો જે બાદ તેમાં મંગળવારે ભાવ સ્થિર રહ્યા હતા જ્યારે ગઇકાલે ફરી 100 રૂપિયાનો વધારો થયો હતો અને આજે ફરી 100 રૂપિયાના વઘારા સાથે મણના ભાવ 5300 રૂપિયા પહોચ્યા છે.આજે 5350 રૂપિયા ભાવ પહોંચ્યો છે જે ઓલટાઇમ હાઇ છે.

ઉત્પાદન ઓછું હોવાથી ડિમાન્ડ વધી

આ અંગે અતુલ કામણીએ વધુમાં કહ્યું હતું કે ગત વર્ષે જીરૂનો પાક નિષ્ફળ ગયો હતો.જેના કારણે વર્ષ દરમિયાન જીરૂનું જરૂરિયાત મુજબનું ઉત્પાદન થયું ન હતું.આ વર્ષે પણ જીરૂની આવક ખૂબ જ ઓછી છે જેના કારણે જે પણ હાજર સ્ટોક રહેલો છે તેની ડિમાન્ડ જોવા મળી રહી છે અને તેના પુરતા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે.વેપારીઓનું કહેવું છે કે આગામી દિવસોમાં જીરૂનો ભાવ હજુ પણ વધારે પહોંચે તો નવાઇ નહિ…

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

માવઠાંને કારણે યાર્ડમાં આવેલી જણસીઓને સલામત સ્થળે રખાઇ

એક તરફ માર્કેટીંગ યાર્ડમાં મગફળી,કપાસ અને જીરૂ સહિતના જણસીની આવક થઇ રહી છે અને બીજી તરફ હવામાન વિભાગે માવઠાંની આગાહી કરી છે ત્યારે ખેડૂતો અને વેપારીઓનું જણસીને નુકસાન ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે.હાલમાં મગફળીનો પાક ખુલ્લી જગ્યામાં પડ્યો છે જેને જો વરસાદ આવે તો ઢાંકી શકાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેડૂતોને પણ બે ત્રણ દિવસ પોતાની જણસી યોગ્ય રીતે ઢાંકીને રાખવા માટેની સલાહ આપવામાં આવી છે.

Latest News Updates

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
g clip-path="url(#clip0_868_265)">