AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે બન્યો કમરતોડ રસ્તો, રોજ સર્જાય છે ટ્રાફિક જામની સમસ્યા, જૂઓ Video

રાજકોટ શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજય છે તો બીજી તરફ નેશનલ હાઇવે પર પણ ખૂબ જ બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પારડી ગામથી લઈને શાપર સુધી રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે.

Rajkot: રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે બન્યો કમરતોડ રસ્તો, રોજ સર્જાય છે ટ્રાફિક જામની સમસ્યા, જૂઓ Video
Ronak Majithiya
| Edited By: | Updated on: Jul 31, 2023 | 4:06 PM
Share

Rajkot : હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદે (Rain) તો વિરામ લીધો છે પરંતુ તે બાદ જો કોઈ મોટી સમસ્યા હોય તો એ છે બિસ્માર રસ્તાઓ. રાજ્યના લગભગ તમામ મહાનગરોમાં આ સમસ્યાથી વાહન ચાલકો પરેશાન છે. રાજકોટ શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજય છે તો બીજી તરફ નેશનલ હાઇવે પર પણ ખૂબ જ બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પારડી ગામથી લઈને શાપર સુધી રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેને લઇને સ્થાનિક લોકો અને વાહનચાલકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો-Monsoon 2023 Video : ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નહીં, પાંચ દિવસ માત્ર છુટો છવાયો વરસાદ પડવાની આગાહી

પારડી ગામે 5થી લઈને 7 ફૂટ મોટા મસમોટા ખાડા

મહાકાય ખાડાઓને લઈને TV9ની ટીમે મેઝર ટેપ દ્વારા ખાડાઓ માપ્યા હતા.જેમાં 5 ફૂટથી લઈને 7 ફૂટના મહાકાય ખાડાઓ જોવા મળ્યા,પારડી ગામના સરપંચ મહેશ માટિયાએ TV9 સાથેની વાતમાં જણાવ્યું હતું કે તેઓને ધારાસભ્યો અને સાંસદને અનેક વખત આ રસ્તાઓ અંગે રજૂઆત કરી છે પરંતુ કોઈ સમારકામ કરવામાં નથી આવતું. ગામડાના રસ્તાઓ હોય તે પ્રકારના આ નેશનલ હાઈવેના રસ્તાઓ છે.

પિકઅવર્સમાં લાગે છે વાહનોની લાંબી કતારો

પારડી ગામ બાદ શાપર ખાતે મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે. જેથી રાજકોટથી શાપર મોટી સંખ્યામાં લોકો અપડાઉન કરે છે. જેથી તેઓને સવારે જવાના સમયે એટલે કે 8 થી 10 વાગ્યા વચ્ચે અને સાંજે 5 થી 7 વાગ્યા વચ્ચે આ હાઇવે પર 3 થી 5 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગે છે.આ ઉપરાંત ગોંડલ,જેતપુર,જૂનાગઢ,પોરબંદર,સોમનાથ જવાનો આ મુખ્ય હાઇવે હોવાથી લાખો વાહન ચાલકો દિવસના અહીંયાથી પસાર થતા હોય છે.ઘણી વખત આ 3 થી 5 કિલોમીટરનું અંતર પસાર કરતા એક – એક કલાક જેટલો સમય વિતી જાય છે.

ગ્રામ્ય વિસ્તારોમાંથી દર્દીઓ રાજકોટ મોડા પહોંચે છે

રાજકોટએ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ પણ રાજકોટમાં આવેલી છે જેથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જો કોઈને દર્દીને વધુ સારવારની જરૂર પડે તો તેને રાજકોટ ખસેડવામાં આવે છે. તેવામાં આ ટ્રાફિક જામના કારણે અનેક વાર દર્દીઓ ઇમરજન્સીમાં રાજકોટ મોડા પહોંચે છે અને સારવાર પણ મોડી મળે છે.આ ઉપરાંત આ ખાડાઓના કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને ભરેલા હોય ત્યારે ખાડાઓનો અંદાજ ન આવતા માલવાહક વાહનો પલટી પણ મારી જવાના અનેક બનાવો સામે આવ્યા છે.ત્યારે સ્થાનિક લોકો અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ થાય તેવી માગ કરી રહ્યાં છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">