રાજકોટમાં રસ્તા પર લારી ગલ્લાના દબાણો સહન નહિ કરાય : સ્ટેન્ડિંગ ચેરમેન

|

Nov 16, 2021 | 8:52 PM

રાજકોટ મહાનગરપાલિકાની આજથી ‘વન ડે વન વોર્ડ' ડિમોલેશન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.રસ્તા પરના ગેરકાયદેસર ઓટલા, છાપરા, બોર્ડ, છાજલી સહિતના દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે

ગુજરાતમાં(Gujarat)  રાજકોટમાં(Rajkot)  ઈંડા અને નોનવેજની લારીઓ(Non Veg )જાહેર સ્થળેથી હટાવવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના(Standing Committee) ચેરમેન પુષ્કર પટેલે કહ્યું કે રાજકોટના 48 રાજમાર્ગો પર કોઈ પણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. રાજકોટમાં વન ડે- વન વોર્ડ અંતર્ગત ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના વોર્ડ નંબર 2માં આજે રાજમાર્ગો પરથી દબાણ દૂર કરવામાં આવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાની આજથી ‘વન ડે વન વોર્ડ’ ડિમોલેશન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.રસ્તા પરના ગેરકાયદેસર ઓટલા, છાપરા, બોર્ડ, છાજલી સહિતના દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે..રાજકોટના રૈયા રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી કોર્પોરેશનની ટીમે હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની ચાર મહાનગરપાલિકાએ પહેલેથી જ શહેરોમાંથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની ઝુંબેશ શરૂ કરી ત્યારબાદ ખુદ મુખ્યમંત્રીએ આડકતરી રીતે રોક લગાવવાના આદેશો કર્યા છે. ત્યારે ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, મહાપાલિકાના શાસકોમાં સરકારને પૂછ્યા વિના શરૂ કરવાની હિંમત આવી કેવી રીતે.

જેમાં સૌથી પહેલા 9 નવેમ્બરે રાજકોટના મેયરે રસ્તા પરથી નોનવેજ અને ઈંડાની લારીઓ દૂર કરવા આદેશ કર્યો હતો.રાજકોટમાં રસ્તા પરની લારીઓ હટાવીને તમામને હોકર્સ ઝોનમાં ઉભી રાખવા સૂચના અપાઈ હતી.ત્યાર બાદ વડોદરામાં પણ જાહેરમાં નોનવેજનું વેચાણ ન કરવા આદેશ કરાયો હતો.

રાજકોટ અને વડોદરામાં કોર્પોરેશન કક્ષાએ આ નિર્ણય લેવાતા વિવાદ વકર્યો.આ અંગે 12 નવેમ્બરે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હાલમાં આવું કોઈ આયોજન નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં બુધવારથી શરૂ થશે મેડિકલ પ્રવેશની પ્રક્રિયા, ઓન લાઇન પીન ખરીદી શકાશે

આ પણ વાંચો : અમદાવાદમાં ડ્રગ્સ રેકેટ પકડાયું : બે ડ્રગ્સ સપ્લાયરોની ધરપકડ, જાણો ક્યાંથી આવતું હતું ડ્રગ્સ

Published On - 8:49 pm, Tue, 16 November 21

Next Video