રાજકોટના ધોરાજીમાં વીજળી મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોની રેલી, પૂરતા વીજ પુરવઠાની માંગ
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં સ્ટેશન રોડથી રેલી શરૂ થઈ હતી અને ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી પુરતો વીજ પુરવઠો આપવાની માગણી કરી હતી.
ગુજરાતમાં(Gujarat)સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વર્તાતી વીજળીને અછતને લઈને ખેડૂતો આક્રમક બન્યા છે. જેમાં રાજકોટના(Rajkot)ધોરાજીમાં કોંગ્રેસ (Congress) દ્વારા ખેડૂત આક્રોશ રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની(Lalit Vasoya)આગેવાનીમાં સ્ટેશન રોડથી રેલી શરૂ થઈ હતી અને ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી પુરતો વીજ પુરવઠો આપવાની માગણી કરી હતી.
એક તરફ અતિવૃષ્ટીથી જગતના તાતને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે લલિત વસોયાએ ખેતરોમાં સર્વે કરી જરૂરિયાતમંદ ખેડૂતોને સહાય ચુકવવાની પણ માંગણી કરી.તેમણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પૂરવઠો પૂરો પાડવા માટે પણ માંગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat)કોલસાની અછત સૌરાષ્ટ્રમાં વર્તાવા લાગી છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં વીજકાપથી(Power Cut)ખેડૂતોની(Farmers) મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં ગામડાંઓમાં 2 થી 3 કલાક વીજળી મળી રહી છે. તેમજ 8 કલાક વીજળીના બદલે ઓછી વીજળી મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
જેમાં કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે. ખેડૂતોને હાલમાં પિયત માટેનો સમય હોવાથી ભારે હાલાકી પડી રહી છે. તેમજ કૂવામાં પાણી છે છતા લાઇટ ન હોવાથી પિયત થઇ શકતું નથી. જયારે ઉઘોગોને વીજળી મળી જાય છે પણ ખેડૂતોને મળતી નથી. સરકારના આયોજનના અભાવને કારણે ખેડૂતો પરેશાન થઈ રહે છે.
આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘરના ઘર અંગે આપ્યું આ નિવેદન
આ પણ વાંચો : MS Universityમાં ત્રણ સીન્ડીકેટ સભ્યોએ જે માહિતી માંગી એ વિશ્વની કોઈ યુનિવર્સીટીમાં જાહેર કરવામાં નથી આવતી