Rajkot: ધોરાજીના ખેડૂતોને હાલાકી, મંથર ગતિએ ચાલી રહી છે ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી

|

Jun 15, 2021 | 7:11 PM

ટેકાની ખરીદીને લઈને ફરી ખેડૂતને હેરાન થવાનો વારો આવ્યો છે. આ વખતે ધોરાજીના ખેડૂતો ઘઉં અને ચણાની ટેકાને ભાવે ખરીદીમાં હાલાકી ભોગવી રહ્યાં છે.

Rajkot: ધોરાજીના ખેડૂતોને હાલાકી, મંથર ગતિએ ચાલી રહી છે ઘઉં અને ચણાની ટેકાના ભાવે ખરીદી
File Photo

Follow us on

ટેકાની ખરીદીને લઈને ફરી ખેડૂતને (Farmers) હેરાન થવાનો વારો આવ્યો છે. આ વખતે ધોરાજીના ખેડૂતો ઘઉં અને ચણાની ટેકાને ભાવે (MSP) ખરીદીમાં હાલાકી ભોગવી રહ્યાં છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે, ખેડૂતલક્ષી આવી હાલાકીને અંત ક્યારે આવશે?

ધોરાજીમાં ટેકાના ભાવે ચાલતી ઘઉં અને ચણાની ખરીદીમાં ખેડૂતોને હાલાકી પડી રહી છે. ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા ગોકળગતિએ ચાલી રહી હોવાનો ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ લગાવ્યો છે. સરકારી તંત્રમાં સંકલનનો અભાવ, ટેકનિકલ ખામી, બારદાનની અછત અને સ્ટાફના અભાવે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

વાવણીની સીઝન હોઇ ત્યારે ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદ પ્રક્રિયામાં કલાકો રાહ જોવી પડે છે. આ તરફ મજૂર અને ગ્રેડર ઓછા હોવાના કારણે ખરીદ પ્રક્રિયા વિલંબ થઇ રહ્યો હોવાનું ખુદ સરકારના કર્મચારી પણ સ્વીકારી રહ્યા છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

ટેકાની ખરીદીને લઈને વારંવાર ખેડૂતો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આવા સમયે ખેડૂતલક્ષી પગલાંઓની સત્વરે અમલવારી કરીને ખેડૂતોને વધુ લાભ પહોંચાડવો જરૂરી છે.

તો બીજી તરફ રાજકોટ ડુંગરકા ગામે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. આજી 2માંથી છોડેલું પાણી હજુ અનેક ગામડે પહોચ્યું નથી. કેનાલમાં 8 તારીખે પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી પાણી પહોંચ્યું નથી. ખેડૂતોએ વાવણી કરી નાંખી છે અને પાણીના અભાવે વાવણી બીજીવાર કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

જે ગામ પાણી પહોંચ્યું છે તે પાણીને જોઈને પણ ખેડૂતો સાથે મજાક કરી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોના કહેવા મુજબ દરવર્ષે 1 જૂનના રોજ પાણી છોડવામાં આવે છે, પરંતુ આ વર્ષે 15 દિવસ વીતિ ગયા છે તેમ છતા પાણી છોડવામાં આવ્યું નથી.

Next Article