Rajkot Crime Update : એક વ્યક્તિની સરાજાહેર હત્યા અને ગુનામાં નાસતા ફરતા બે આરોપીની ધરપકડ

|

Dec 20, 2022 | 11:23 PM

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક ગંભીર પ્રકારના ગુનાઓ સામે આવ્યા છે.લાગી રહ્યું છે ગુનાને અંજામ આપનાર આરોપીઓને પોલીસનો ડર નથી રહ્યો છે.આજના રાજકોટની ક્રાઇમ ઘટનાઓની વાત કરીએ તો બાપુનગર સ્મશાન પાસે હનીફ જુણેજા નામના શખ્સની સામાન્ય બાબતે સરાજાહેર હત્યા કરવામાં આવી

Rajkot Crime Update : એક વ્યક્તિની સરાજાહેર હત્યા અને ગુનામાં નાસતા ફરતા બે આરોપીની ધરપકડ
Rajkot Crime

Follow us on

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક ગંભીર પ્રકારના ગુનાઓ સામે આવ્યા છે.લાગી રહ્યું છે ગુનાને અંજામ આપનાર આરોપીઓને પોલીસનો ડર નથી રહ્યો છે.આજના રાજકોટની ક્રાઇમ ઘટનાઓની વાત કરીએ તો બાપુનગર સ્મશાન પાસે હનીફ જુણેજા નામના શખ્સની સામાન્ય બાબતે સરાજાહેર હત્યા કરવામાં આવી.તો બીજી બાજુ બહેનના પૂર્વ પતિની હત્યા કરી અકસ્માતમાં ખપાવનાર શખ્સ ઝડપાયો છે.

સરાજાહેર હત્યા,સીસીટીવી આવ્યા સામે

શહેરના બાપુનગર સ્મશાન નજીક હનીફ જુણેજા નામના શખ્સની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી.આરોપી ચા ની હોટેલ ચલાવતો હોય મૃતક હનીફ તેની ચાની હોટેલ જઈ અવારનવાર માથાકૂટ કરતો હતો.અને તેથી જ રોજના જગડાઓથી કંટાળીને આરોપીએ છરીના ઘા ઝીંકી હનીફને મોતને ઘાટ ઉતાર્યો હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે.સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

બહેનના પૂર્વ પતિની હત્યા કરી અકસ્માતમાં ખપાવનાર શખ્સ ઝડપાયો

જ્યારે અન્ય એક કેસમાં, બહેનના પૂર્વ પતિને ચોથા માળેથી ફેંકી દઈ હત્યા નિપજાવનાર શખ્સની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે.સમગ્ર બનાવની વિગત જોઇએ તો મૃતકના આરોપીની બહેન સાથે છૂટાછેડા થયા હતા..મૃતક અને આરોપીની બહેનને સંતાનમાં એક દીકરો હતો.જેથી છૂટાછેડા બાદ પણ મૃતક તેના દીકરાને મળવા તેની પૂર્વ પત્નીના ઘરે જતો હતો.જે બાબતે આરોપી અને મૃતક વચ્ચે જપાજપી થઈ હતી અને આરોપી આશિષે તેના પૂર્વ બનેવીને ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો.પહેલા તો આશિષની પૂછપરછ કરતાં મૃતક સિકંદર અકસ્માતે નીચે પડી ગયો હોવાનું રટણ કરતો હતો પરંતુ પોલીસને શંકા જતા પોલીસે ઊલટતપાસ શરૂ કરી હતી અને આખરે આરોપીએ સત્ય સ્વીકાર્યું હતું.પોલીસે આરોપી આશિષ ઘોપારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

છરીની અણીએ લુંટ ચલાવનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો

આ ઉપરાંત અન્ય એક કેસમા ચુનારાવાડ વિસ્તારમાં પલંગ ચોક નજીક એક વ્યક્તિ સાથે છરીની અણીએ લૂંટની ઘટના બની હતી.પોલીસે આરોપીને રોકડ 12 હજાર અને છરી સાથે ઝડપી પાડયો હતો.આરોપીની પૂછપરછ હાથ ધરતા આરોપીએ અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારના 23 ગુના આચર્યા હોવાનું સામે આવ્યું હતું.

Published On - 11:22 pm, Tue, 20 December 22

Next Article