રાજકોટ શહેરના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય, વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકોને પારાવાર હાલાકી

|

Jul 23, 2022 | 3:54 PM

રાજકોટમાં  RMCની નબળી કામગીરીની પોલ ખૂલી ગઈ છે. રંગીલા શહેર રાજકોટના રસ્તાઓ પર વરસાદ બાદ મસમોટા ખાડા પડી ગયા છે. ઠેર ઠેર રસ્તાઓનુ ધોવાણ થતા અનેક રસ્તાઓ ખાડાગ્રસ્ત બન્યા છે, વાહન ચાલકો દ્વારા જો થોડી પણ ચૂક થઈ જાય તો હાડકા ખોખરા થવાની પૂરી શક્યતા છે.

રાજકોટ શહેરના રસ્તાઓ ખાડાગ્રસ્ત બન્યા છે. શહેરમાં ઠેર-ઠેર વરસાદ (Rain)ને કારણે રસ્તાઓ ધોવાઈ જતા મસમોટા ખાડા પડી ગયા છે. મુખ્ય રોડ પર દોઢ દોઢ ફુટના ખાડા પડી જતા વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે. ખાડાઓને કારણે અકસ્માત (Accident) થવાનો ભય રહે છે. વરસાદ બાદ રસ્તા પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે રોડનું અસ્તિત્વ જ મટી ગયુ છે. શહેરના ઓદ્યોગિક વિસ્તાર સ્વાતી પાર્કની જો વાત કરીએ મુખ્ય રોડ (Main Road) પર ખાડા પડી જતા રોડ઼ની દયનીય હાલતમાં જોવા મળે છે. અહીં ઓવરબ્રિજ (Over Bridge)નું કામ શરૂ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. જેના કારણે દિવસભર ભારે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે.

રસ્તા પર ખાડા પડી જવાને કારણે રોજ 10થી વધુ વાહનો ખાડામાં ફસાઈ જાય છે. અનેક ટુવ્હીલરચાલકો પડી જાય છે, રસ્તા પરથી પસાર થવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છતા તંત્રના પેટનું પાણી હલતુ નથી, સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનની બેદરકારીને કારણે રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો


દર ચોમાસે રસ્તાઓની આ પ્રકારે દયનિય હાલત જોવા મળે છે જેનો ભોગ રાહદારીઓને અને વાહનચાલકોને બનવુ પડે છે. દર વર્ષે RMCની નબળી કામગીરીની પોલ ખૂલી જાય છે. પ્રિમોન્સુન કામગીરીના નામે RMCના સત્તાધિશો દ્વારા મસમોટા દાવા કરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર રહી જાય છે અને જમીન પર કોઈ કામગીરી દેખાતી નથી. મસમોટો ટેક્સ વસુલતા કોર્પોરેશનના સત્તાધિશોનો અણઘડ વહીવટના સાબિતી રસ્તા પરના આ ખાડાઓ આપી રહ્યા છે.

ખાડાઓને કારણે લોકોના વાહનોને પણ પારાવાર નુકસાની જઈ રહી છે. લોકોના કમરના મણકા ખસી જાય એ પ્રકારના ખાડા રસ્તા પર પડ્યા છે. જો કે કોર્પોરેશન આ ખાડાઓમાં માત્ર પથ્થરોનુ પુરાણ કરીને સંતોષ માની રહી છે. વારંવાર ફરિયાદો કરીને ત્રાસેલી જનતા પણ RMCના સત્તાધિશોને એક જ સવાલ કરી રહી છે કે શું તેઓ ખરાબ રસ્તા માટે વેરો ચુકવે છે. વેરો વસુલતી વખતે જો RMC પાછુ વળીને જોતી નથી તો લોકો શા માટે દર વર્ષે હાલાકી ભોગવે ?

Next Article