Rajkot : નકલી દૂધના કાળો કારોબારનો પર્દાફાશ, એક શખ્સની અટકાયત

|

Aug 18, 2021 | 10:54 AM

રોજિંદા જીવનમાં દૂધને સંપૂર્ણ ખોરાક તરીકે લોકો લેતા હોય છે. તો વળી બાળકોને દિવસ દરમિયાન બે વાર દૂધ પીવાનો આગ્રહ કરાતો હોય છે. તો ખરેખર જે દૂધ ખાવામાં લેવામાં આવે છે તે શુદ્ધ છેકે નહીં તે જાણવું પણ જરૂરી છે.

Rajkot : શહેરમાં નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો છે. દરરોજ અંદાજિત 10 હજાર લિટર શંકાસ્પદ દૂધ ઘૂસાડવાનું કૌભાંડ સામે આવ્યું છે. માલવિયાનગર પોલીસે એક હજાર લિટર દૂધનો નાશ કર્યો છે. આ મામલે પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી છે. ઉપલેટા તાલુકાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ 10 હજાર લિટર દૂધ ઠલવાતું હોવાનું ખુલ્યું છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા છે. સાથે જ શંકાસ્પદ દૂધ બનાવનાર શખ્સ ફરાર થયો છે. આ મામલે સરકારી લેબમાં રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.

રોજિંદા જીવનમાં દૂધને સંપૂર્ણ ખોરાક તરીકે લોકો લેતા હોય છે. તો વળી બાળકોને દિવસ દરમિયાન બે વાર દૂધ પીવાનો આગ્રહ કરાતો હોય છે. તો ખરેખર જે દૂધ ખાવામાં લેવામાં આવે છે તે શુદ્ધ છેકે નહીં તે જાણવું પણ જરૂરી છે. પરંતુ, કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા દૂધના વેચાણમાં ફાયદો ઉઠાવતા હોય છે. ત્યારે આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે.

કેવી રીતે ચાલતો કાળો કારોબાર ?

હાલની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેકે રોજ રાત્રે 1 કલાકે દૂધનો જથ્થો નીકળી જતો હતો અને આ દૂધનો જથ્થો સવારે રાજકોટ પહોંચતો હતો. પરંતુ, આ દૂધનો જથ્થો કોને આપવામાં આવવાનો છે તે કહેવામાં આવતું નહીં. એક જગ્યાએ દૂધ પહોંચી ગયા બાદ બીજી જગ્યા માટે ડ્રાઇવરને એડ્રેસ આપવામાં આવતું હતું. એટલે કે જે રીતે દારૂનો વેપલો ચાલતો હોય છે તે રીતે જ આ ધંધો ચાલતો હતો.

Next Video