ગુજરાતમાં વિધાનસભાની(Gujarat Assembly Electi0n) ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં(Rajkot) રાજકીય પાર્ટીઓ દ્રારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દેવામા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.ભારતીય જનતા પાર્ટી(BJP) દ્રારા ભાજપ કાર્યાલયથી શરૂ કરીને શહેરના અનેક જાહેર સ્થળોએ કેશરી કલરના કમળના નિશાન સાથેનું ચિત્ર દોરાવવામાં આવ્યું છે.રાજકોટ શહેર ભાજપના અગ્રણીઓના હસ્તે ભાજપ કાર્યાલય ખાતે આવેલી દિવાલમાં કમળ દોરવાની શરૂઆત કરવામાં આવી હતી જે હવે ધીમે ધીમે આખા શહેરમાં આવેલી સાર્વજનિક દિવાલો,ગેઇટની દિવાલો,વીજપોલ,અર્ધ સરકારી ઇમારતોની દિવાલોમાં દોરાવવાની શરૂઆત કરવામાં આવી છે જેનો આમ આદમી પાર્ટી દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે.ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર દ્રારા તૈયાર કરવામાં આવેલા કાશી વિશ્વનાથ કોરિડોરને ભગવો કલર કરવામાં આવ્યો છે જેનું અનુકરણ ભાજપ દ્રારા કરવામાં આવ્યું છે અને તેના જ કારણે શહેરમાં ઠેર ઠેર કમળના કેશરી નિશાન સાથે ભાજપ પોસ્ટર દોરાવી રહ્યું છે.શહેરના વિવિધ વિસ્તારોમાં કેશરી કમળ જોવા મળી રહ્યું છે.
આ અંગે આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ બારસિયાએ કહ્યું હતું કે ભાજપ દ્રારા પોસ્ટર લગાડવામાં આવ્યા છે તે તેનો આંતરિક મુદ્દો છે પરંતુ સવાલ એ છે કે તેઓએ મંજૂરી લીઘી છે કે કેમ. અમારી પાર્ટીનો આદેશ આવશે તો અમે પણ ભાજપના કમળની સામે અમારી પાર્ટીનું નિશાન સાવરણો મુકીશુ.ભાજપે જો મંજૂરી નહિ લીઘી હોય તો અમે પણ નહિ લઇએ.લોકશાહીમાં સૌ કોઇને પોતાનો પક્ષ મુૂકવાનો હક છે પરંતુ તમામ માટે કાયદો સરખો રહે તે જરૂરી છે.
આ પણ વાંચો : ગુજરાત મોડલઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28212 જગ્યાઓ ખાલી
આ પણ વાંચો : Surat : ઉધના યાર્ડમાં ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, મૃતદેહ સૂકા ઘાસથી ઢાંકી ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા
Published On - 4:52 pm, Tue, 22 March 22