રાજકોટનો ભાદર -1 ડેમ બીજી વખત ઓવરફ્લો, પાંચ દરવાજા ખોલાયા
ભાદર - 1 ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી છે.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો ભાદર – 1 ડેમ બીજી વખત ઓવરફલો થયો છે. જેના પગલે ભાદર – 1 ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી છે. જેમાં હાલ ડેમમાં4638 ક્યુસેક આવક સામે 4638 ક્યુસેક જાવક છે.ડેમમાંથી પાણી છોડવાના પગલે ભાદર નદીના પટમાં લોકોને અવરજવર નહિ કરવા તંત્રએ સૂચના આપી છે.
આ દરમ્યાન હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં ગોંડલમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. દેવચડી, બાદરા, કંટાલિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. તેમજ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.
આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટની જેલમાં તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો : કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે પ્લાસ્ટીકના કચરાના નિકાલ માટે આપ્યું લક્ષ્ય, ડ્રાફ્ટ નોટીફિકેશન જાહેર
Published on: Oct 10, 2021 07:36 AM