AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: બાળકની સારવાર અને માનતાનું બહાનું આપી લોકોને ભરમાવી પૈસા પડાવતી ટોળકીથી સાવધાન!

હજી પણ રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવી ઠગ ટોળકી જોવા મળી રહી છે અને તેઓ જુદી જુદી સોસાયટીમાં ફરીને લોકો પાસેથી પૈસા પડાવે છે. આ પ્રકારની ઘટનાને કારણે ઘણીવાર જરૂરિયાતમંદ અને ખરેખર જરૂર હોય તેવી ગરીબ વ્યક્તિ જો મદદ માટે હાથ લંબાવે તો પણ લોકો તેની મદદ કરતા વિચાર કરે છે.

Rajkot: બાળકની સારવાર અને માનતાનું બહાનું આપી લોકોને ભરમાવી પૈસા પડાવતી ટોળકીથી સાવધાન!
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 28, 2023 | 8:08 PM
Share

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સોસાયટી અને માર્ગો પર લેભાગુ લોકો રાહદારીઓ પાસેથી પૈસા પડાવવાનો ધંધો કરી રહ્યા છે. આ લોકો દયામણા ચહેરે સંતાન માટેની સારવાર કે બાધાના નામે 10- 20 રૂપિયા નહીં, પરંતુ 500 રૂપિયા અને ક્યારેક તો તેથી પણ વધારેની માંગણી કરતા હોય છે. જો લોકો દયા દાખવીને પૈસા આપે તો આ ટોળકી બીજે દિવસે બીજા લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે.

બાળકની માનતા છે તેમ કહી લોકોને છેતરે છે

થોડા સમય પહેલા જ યુનિવર્સિટી રોડ ઉપર અને આજુબાજુની સોસાયટીમાં એક દંપતી પોતાના બાળક સાથે જોવા મળ્યું હતું. આ દંપતી રસ્તે જતા લોકોને ઉભા રાખી તેઓને આજીજી કરીને જણાવતું હતું કે ”અમારા ઉપર દયા કરો, મારે મારા સંતાનને ત્રાજવે તોળવાનું છે તેવી માનતા છે અને આ માનતા કોઈ અન્ય અન્ય વ્યક્તિએ આપેલા પૈસા થકી જ પૂરી થાય એમ છે. દેવસ્થાનમાં આ બાળકની ભારોભાર ચીજ વસ્તુઓ ધરવાની છે જેથી મારા આ સાત ખોટના સંતાનની માનતા પૂરી થઈ ગણાય. ”

આવી રીતે આ દંપત્તી એક પછી એક રાહદારીઓને ઉભા રાખીને વિનવણી કરે અને દયામણો ચહેરો બનાવી લોકો પાસે પોતાની ટેક પૂરી કરવા પૈસા આપી મદદ કરવા આજીજી કરે. આ દંપતી લોકોને વિનંતીપૂર્વક પોતાની કથની કહે તેમાંથી દયાભાવના રાખવા વાળા કોક વ્યક્તિ તો નીકળે જ અને આ દંપતીને તેની ટેક અનુસાર પૈસા આપી દે. એક શિકાર કર્યા પછી આ દંપતી અન્ય સોસાયટી અને અન્ય માર્ગો ઉપર પોતાના નવા શિકારને શોધવા નીકળી પડે છે.

વિદ્યાર્થીનીને થયો કડવો અનુભવ

આ ઘટનાનો ભોગ બનેલી યુનિવર્સિટીની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે તેઓને ઇન્દિરા સર્કલ પાસે આ દંપતીનો ભેટો થયો હતો અને આ દંપતીએ આ વિદ્યાર્થીને પોતાની વાત સાંભળવા રોક્યા હતા અને પોતાની માનતા વિશે જણાવ્યું હતું. આથી મદદ કરવાની ભાવનાથી વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓએ આ દંપતીને સારી એવી રકમ આપી હતી અને સારું કામ કર્યાનો સંતોષ માન્ય હતો. પરંતુ આ ઘટનાના પાંચેક દિવસ બાદ વિદ્યાર્થીની તે જ જગ્યાએથી પસાર થતી હતી અને તેણે જોયું કે અન્ય એક ગરીબ દંપતી પણ આ જ રીતે રાહદારીઓ પાસેથી પૈસા લેતા હતા.

આથી તેને આ ટોળકીની આખી રમત સમજાઈ ગઈ હતી અને જાહેર રોડ ઉપર જ યુવતીએ આ દંપતિ પાસે પહોંચી જઈ તેમની ઝાટકણી કાઢી હતી અને પોલીસને સોંપી દેવાની ધમકી આપી હતી.

જોકે સ્થાનિકોનું કહેવું છે કે હજી પણ રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવી ઠગ ટોળકી જોવા મળી રહી છે અને તેઓ જુદી જુદી સોસાયટીમાં ફરીને લોકો પાસેથી પૈસા પડાવે છે. આ પ્રકારની ઘટનાને કારણે ઘણીવાર જરૂરિયાતમંદ અને ખરેખર જરૂર હોય તેવી ગરીબ વ્યક્તિ જો મદદ માટે હાથ લંબાવે તો પણ લોકો તેની મદદ કરતા વિચાર કરે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">