Rajkot: ત્રીજી લહેર પહેલા વહિવટી તંત્ર સજ્જ, ગ્રામ્ય વિસ્તારોના બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરાઈ શરૂ

|

Jul 21, 2021 | 4:32 PM

રાજકોટ જિલ્લામાં આંગણવાડીના 70 ટકા બાળકોનું સ્કેનિંગ (Scanning)કરવામાં આવ્યું છે. જેમાંથી 1,061 બાળકોને વધુ સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.

Rajkot: કોરોનાની ત્રીજી લહેરમાં (Corona Third Wave) સૌથી વધારે બાળકો સંક્રમિત થવાની સંભાવના છે. ત્યારે ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજકોટ વહિવટીતંત્રએ ગ્રામ્ય સ્તરે બાળકોના સ્વાસ્થ્યની તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં 1,47,000 બાળકોનો સર્વ કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે આરોગ્યની 2,899ની ટીમ દ્વારા બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી.

 

 

રાજકોટ જિલ્લામાં આંગણવાડીના 70 ટકા બાળકોનું સ્કેનિંગ (Scanning)કરવામાં આવ્યું છે. જેમાંથી 1,061 બાળકોને વધુ સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજકોટ આરોગ્ય તંત્ર (Health Administration) સર્તક જોવા મળી રહ્યું છે.

 

શહેરના ક્લેકટર અરૂણ બાબુએ(Collector Arun Babu) જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આંગણવાડીના 70 ટકા બાળકોનું આશાવર્કર દ્વારા સ્કેનિંગ કરીને સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે અને જો બાળકને વધુ સારવારની જરૂર હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવે છે, જેથી બાળકોને યોગ્ય સારવાર મળી રહે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકમેળા નહી યોજવા મુખ્ય પ્રધાને આપ્યો સંકેત, કોરોના હજુ ગયો નથી સાવચેતી જરૂરી

આ પણ વાંચો: સત્સંગમાં પણ રાજકારણ : કથામાં સ્વામીએ કહ્યું, 2022માં દિલ્હીથી સાવરણો આવશે અને સફાઈ કરશે

 

Next Video