Rajkot: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશાળ ત્રિરંગા યાત્રાનું આયોજન, CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો યાત્રાનો પ્રારંભ

|

Aug 12, 2022 | 12:02 PM

આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની (Independence Day) ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે (Central Govt) હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે.

Rajkot: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશાળ ત્રિરંગા યાત્રાનું આયોજન, CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો યાત્રાનો પ્રારંભ
Gujarat CM Bhupendra Patel

Follow us on

આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav) અંતર્ગત રાજકોટમાં (Rajkot) વિશાળ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ઉપસ્થિત રહ્યા. આશરે બે કિલોમીટર લાંબી આ યાત્રામાં અંદાજે એક લાખથી વધુ લોકો જોડાય તેવુ આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લા કલેકટરના નેતૃત્વમાં વહીવટી તંત્રએ ધામધૂમથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યુ છે.

શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સવારે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી. બાદમાં સવારે 9 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, દેશના દરેક વ્યક્તિમાં દેશભક્તિની ભાવના ઉજાગર થાય તે માટે આ અભિાન શરુ કરવામાં આવ્યુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની (Independence Day) ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઇ રહી છે. આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર ત્રિરંગા અભિયાન જાહેર કર્યું છે. અત્યારે ગુજરાતમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી એટલે કે હર ઘર તિરંગા અભિયાન માટે એવા 7 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હોય અને જે સ્થળો સાથે આઝાદીની લડત માટેની કોઇને કોઇ કહાની જોડાયેલી હોય.

7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ કાર્યક્રમ

1. ઠક્કર બાપા, ભાવનગર: ઠક્કરબાપા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા અને આદિજાતિ શિક્ષણ માટે બહોળા પ્રમાણમાં શાળાઓ સ્થાપિત કરી હતી. તેઓ એક જાણીતા સમાજસેવક રહ્યા હતા.

2. ડૉ. ઉષા મહેતા, સુરત: તેઓ ગાંધીવાદી હતાં અને સવિનય કાનૂન ભંગ ચળવળ અને ભારત છોડો આંદોલનમાં સહભાગી રહ્યા હતાં. સ્વતંત્રતા માટે ઘણી વખત તેઓ જેલમાં પણ રહ્યા હતાં.

3. ઐતિહાસિક સ્થળો, અમદાવાદ: અમદાવાદમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો પૈકી નિર્ધારિત થયેલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

4. કિર્તી મંદિર, પોરબંદર: ગાંધીજીનું આ પૈતૃક ઘર છે જ્યાં તેમનો જન્મ થયો હતો. અહીં ગાંધીજીના જીવન અંગે જણાવવા માટે સ્મારકનું નિર્માણ કરવામા આવ્યું છે.

5. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા (રાજપીપળા): ભારતીય રાજનીતિજ્ઞ અને સ્વતંત્રતા સંગ્રામના સક્રિય સહભાગી શ્રી વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ તરીકે લોકપ્રિય છે.

6. દાંડી યાત્રાના પદયાત્રીઓનું સ્મારક, નવસારી: દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સ્મારક એ મહાત્મા ગાંધીને સમર્પિત સ્મારકો પૈકીનું એક વિશિષ્ટ સ્મારક છે.

7. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, કચ્છ: શ્યામજી કૃષ્ણ વર્મા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં મોખરાના સેનાનીઓ પૈકી એક છે.

1 કરોડ તિરંગા લહેરાવવામાં આવશે

ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ ત્રિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ ત્રિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.

Published On - 11:25 am, Fri, 12 August 22

Next Article