રાજકોટ : ક્રાઇમ બ્રાંચ પર વધુ એક આક્ષેપ, ધારાસભ્યના લેટરની સત્યતા તપાસવા ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપાઇ

|

Feb 07, 2022 | 6:55 PM

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 1991ની બેચના IPS છે. જ્યારે વિકાસ સહાય તેમનાથી બે વર્ષ સિનિયર એટલે કે 1989 બેંચના IPS હોવાનું સરકારને પોલીસ મેન્યુએલ જોઇને ધ્યાન પર આવતાં આખરે આખા આ કેસની તપાસ વિકાસ સહાયને સોંપવામા આવી છે.

રાજકોટ : ક્રાઇમ બ્રાંચ પર વધુ એક આક્ષેપ, ધારાસભ્યના લેટરની સત્યતા તપાસવા ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપાઇ
Rajkot: An inquiry has been handed over to the DGP to check the veracity of the MLA's letter (ફાઇલ)

Follow us on

રાજકોટના (Rajkot) પોલીસ કમિશનર (Commissioner of Police)પર લાગેલા તોડકાંડના આક્ષેપ મામલે તપાસ તેજ થઇ ગઇ છે. હાલ આ સમગ્ર મામલે વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી છે. જોકે, રાજકોટ ક્રાઇમ બ્રાંચ (Crime Branch) પર વધુ એક આક્ષેપ થયો છે. રાજકોટના વેપારી નિકુંજ જોગી અને હિતેશ પાંભોરે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ પર માર મારીને, ધાક ધમકી દ્વારા ચેક પર રૂપિયા લખાવી લીધાનો આરોપ લગાવ્યો છે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 70 લાખની વસૂલી કરી હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે (MLA Govind Patel) કરતાં સરકારમાં હડકંપ મચી ગયો છે. ગોવિંદ પટેલે લખેલા લેટરની સત્યતાની તપાસ કરવાના આદેશ સરકારે ટ્રેનિંગ વિભાગના ડીજીપી વિકાય સહાયને (DGP Vikas sahay) સોંપી છે. મનોજ અગ્રવાલ સામેના આક્ષેપોની ત્રણ દિવસમાં તપાસ કરી રિપોર્ટ ગૃહ વિભાગને અપાશે.

પોલીસ કમિશનર લેવલના ઉચ્ચ હોદ્દાની તપાસ તેમની નીચેનો હોદ્દા ધરાવતા એસીપીને સોંપાતા ઉહાપોહ થયો હતો અને ઘીના ઠામમાં ઘી પાડવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારે આની ચારેકોરથી ટીકા પણ થતાં તાત્કાલિક અસરથી સરકારે ડીજીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવાનો આદેશ થયો છે. પોલીસના મેન્યુઅલ પ્રમાણે, જે હોદ્દાનો અધિકારી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હોય તેના કરતાં સિનીયર અધિકારીને તપાસ સોપવામાં આવે તેમ સરકારના ધ્યાન પર આવતાં જ તાત્કાલિક તાલીમ વિભાગના ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ 1991ની બેચના IPS છે. જ્યારે વિકાસ સહાય તેમનાથી બે વર્ષ સિનિયર એટલે કે 1989 બેંચના IPS હોવાનું સરકારને પોલીસ મેન્યુએલ જોઇને ધ્યાન પર આવતાં આખરે આખા આ કેસની તપાસ વિકાસ સહાયને સોંપવામા આવી છે. આ અંગે વિકાય સહાયે જણાવ્યું છે કે, આ કેસની તપાસ ચાલુ કરી દીધી છે. નિવેદન લેવાની કાર્યવાહી પણ તાત્કાલિક અસરથી કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વાંરવાર અમદાવાદ એસજી હાઈવે ઉપર એક ઉદ્યોગપતિની ઓફિસમાં આવતા હતા અને તેમની સૂચના પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી મારફતે તપાસનો દોર કરાવતા હતા. આ બાબતે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ઉદ્યોગપતિના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવે તો અન્ય કેસોનો પણ પર્દાફાશ થઈ શકે તેમ છે.

રાજકોટના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે રાજકોટના ઉદ્યોગપતિ સાથે થયેલી 12 કરોડની છેતરપિંડીના કિસ્સાને ટાંકી પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગઢવી, પીએસઆઈ સાખરાએ આ ઉઘરાણી માટે 15 ટકા માગ્યા હોવાનું તથા અત્યાર સુધીમાં 75 લાખ પડાવી લઇ હજુ 30 લાખ માટે દબાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. તેવામાં રાજ્ય પોલીસ વડાએ આખી તપાસ અન્ય આઈપીએસ અધિકારીને સોંપી છે.

આ પણ વાંચો : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ કોર્ટમાં 500થી વધુ ચાર્જશીટના 51 લાખથી વધુ પેજ અને 74 આરોપીઓના સ્ટેટમેન્ટના 3.48 લાખ પેજ રજૂ થયાં છે

આ પણ વાંચો : મુખ્યમંત્રીએ રાજ્યની 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજનાના 249 કરોડના કામોની મંજૂરી આપી

Published On - 6:55 pm, Mon, 7 February 22

Next Article