Rajkot : ભાદર -1 ડેમમાં પાણીનો જથ્થો સીમિત, ખેડૂતોને પિયત માટે પાણી આપવું મુશ્કેલ

|

Aug 14, 2021 | 11:55 PM

હાલ માત્ર 1500 MCFT જ પાણીનો જથ્થો અનામત છે. આ જથ્થો આવતા વર્ષ માટે લોકોને પીવા માટે  રિઝર્વ રખાયો છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ, જેતપુર અને વીરપુરના 18થી 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.

રાજ્યમાં વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો પિયતના પાણી માટે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે. સરકારે પણ જાહેરાત કરી હતી કે 30 ઓક્ટોબર સુધી ડેમોમાં મિનીમમ પાણીનો જથ્થો અનામત રાખીને ખેતીમાં પિયત માટે પાણી છોડવામાં આવે. પરંતુ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ભાદર-1 ડેમમાંથી ખેડૂતોને પાણી મળે એ શક્યતા ઓછી જણાય છે.

હાલ માત્ર 1500 MCFT જ પાણીનો જથ્થો અનામત છે. આ જથ્થો આવતા વર્ષ માટે લોકોને પીવા માટે  રિઝર્વ રખાયો છે. ભાદર-1 ડેમમાંથી રાજકોટ, જેતપુર અને વીરપુરના 18થી 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ભાદર-1 ડેમમાં બાકી રહેલ અનામત પાણીમાંથી હાલ ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે તેવી કોઈ શક્યતા રહી નથી.

આ પણ વાંચો  :  Junagadh : સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ એટહોમ કાર્યક્રમ યોજાયો, રાજયપાલ અને સીએમ રૂપાણી હાજર રહ્યાં

આ પણ વાંચો  :  Health Tips : જાણો શા માટે ગાયનું દૂધ કહેવાય છે શ્રેષ્ઠ પીણું ?

Published On - 11:53 pm, Sat, 14 August 21

Next Video