Rajkot: નિંદ્રાધિન માતાની બાજુમાં ઉંઘી રહેલું 40 દિવસનું બાળક કચડાયુ, સારવાર પહેલા જ બાળકનું મોત

|

Mar 21, 2022 | 12:25 PM

રાજકોટના કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રવિભાઇ જાનિયાણીનો પરિવાર રહે છે. જ્યાં આ ગોઝારી ઘટના બની છે. પરિવારમાં ઘરે 40 દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હોવાના ખુશીના સમાચાર મળ્યા હતા.

Rajkot: નિંદ્રાધિન માતાની બાજુમાં ઉંઘી રહેલું  40 દિવસનું બાળક કચડાયુ, સારવાર પહેલા જ બાળકનું મોત
Symbolic Image

Follow us on

રાજકોટ (Rajkot )શહેરમાં એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. એક માતાની (Mother) નીચે દબાઇ જતા તેના 40 દિવસના બાળકનું (Child) મોત થયુ છે. પરિવાર જ્યારે વહેલી સવારે ઉઠીને જુએ છે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે. 40 દિવસ પહેલા પરિવારમાં થયેલા દીકરાના જન્મનો આનંદ અચાનક જ શોકમાં પરિવર્તિત થઇ ગયો છે. રાજકોટ (Rajkot )માં આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરનાના નિલકંઠ પાર્કમાં એક નિંદ્રાધિન માતાની બાજુમાં ઉંઘી રહેલું 40 દિવસનું બાળક કચડાઇ જવાથી મૃત્યુ પામ્યુ છે.

માતાને શરદી (Cold)થતા બાળકને ચેપ ન લાગે તે માટે પોતાના પગ પાસે સુવડાવ્યો હતો અન પોતે શરદીની દવા પીને સુઇ ગઇ હતી. બાળક પર માતાનું વજન આવી જતાં બાળકે જીવ ગુમાવ્યો છે. માતાના પગ નીચે ગુંગળાઇને જ વ્હાલસોયા બાળકનનું મોત થયું છે. જોકે, આ વાતની જાણ થતા માતા સહિત પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

રાજકોટના કોઠારિયા રોડ પરના નીલકંઠ પાર્કમાં રવિભાઇ જાનિયાણીનો પરિવાર રહે છે. જ્યાં આ ગોઝારી ઘટના બની છે. પરિવારમાં ઘરે 40 દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હોવાના ખુશીના સમાચાર મળ્યા હતા. થોડા દિવસથી માતાને શરદી થઇ હતી. જેથી તેનો ચેપ દીકરાને ન લાગી જાય તેથી તેણે પોતાના વ્હાલસોયાને કમરથી થોડો નીચે પગ પાસે સુવડાવ્યો હતો. રાતે ચાર વાગ્યાની આસપાસ પિતા રવિભાઇ જાગ્યા હતા. ત્યારે પત્ની પાસે સૂતેલા દીકરા પર ધ્યાન ગયુ હતુ. તે જોતાની સાથે જ તેમણે પત્નીને ઉઠાડી હતી. 40 દિવસનો દીકરો માતા કાજલબેનના પગ નીચે દબાઇ ગયો હતો. તેને બહાર કાઠ્યો પરંતુ તે બેભાન થઇ ગયો હતો.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

જે બાદ તરત જ દીકરાને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું મૃત્યું નીપજ્યું હતુ. અચાનક આવી પડેલી આ આફતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, રવિભાઇ પૂઠા બનાવવાનું કારખાનું ધરાવે છે.

આ પણ વાંચો-

Banaskantha: ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ પોલીસ એક્શનમાં, પ્રોહીબિશનના 184 ગુના દાખલ કર્યા

આ પણ વાંચો-

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, 52 લાખ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા

Next Article