રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી.વૈષ્ણવે GST સંકલન સમિતી રચવા કરી માંગ

|

Oct 16, 2022 | 3:58 PM

અરવિંદ કેજરીવાલના ગુજરાતના વેપારીઓને  વિવિધ ખાતરી અંગેના નિવેદનો અંગે વી પી વૈષ્ણવે કહ્યું હતું કે  અરવિંદ કેજરીવાલની  ગેરંટી પર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને વિશ્વાસ નથી. વર્તમાન સરકાર પર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સને સંપૂર્ણ વિશ્વાસ છે. ગુજરાતની જનતા અને વેપારીઓ સમજુ છે તેઓ કોઇ લોભામણી જાહેરાત અને ગેરંટીઓમાં ભરમાશે નહીં.

રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ વી.પી.વૈષ્ણવે GST સંકલન સમિતી રચવા કરી માંગ
રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખનું આપ અંગે નિવેદન

Follow us on

રાજકોટ ચેમ્બર ઓફ કોર્મસના (Rajkot Chamber of Commerce ) પ્રમુખ વી.પી.વૈષ્ણવે ગત રોજ  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  સાથે દિલ્લીમાં મુલાકાત કરી હતી. આ અંગે ચેમ્બરના પ્રમુખ  વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે  હોદ્દેદારોએ GSTમાં વિસંગતતા, GST સંકલન સમિતીની રચના, પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવા સહિતની રજૂઆત કરી હતી.

 ચેમ્બર ઓફ કોર્મસના સભ્યોએ કરી દિલ્લીમાં અમિત શાહ સાથે મુલાકાત

નોંધનીય છે કે  વેપારીઓના પડતર પ્રશ્નોને લઇને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ અને ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ દિલ્લીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  સાથે  દિલ્લીમાં મુલાકાત કરી હતી. આ અંગે ચેમ્બરના પ્રમુખ  વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે  હોદ્દેદારોએ GSTમાં વિસંગતતા, GST સંકલન સમિતીની રચના, પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરવા સહિતની રજૂઆત કરી હતી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે  GSTની સમસ્યાનું  અંગેનું નિરાકરણ લાવવા હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.

 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

 

આજે  ચૂંટણીપંચ રાજકોટની મુલાકાતે

કેન્દ્રીય ચૂંટણી પંચની (Central Election Commission) ટીમ આજે તમામ કામોને આખરી ઓપ આપવા આજે ગુજરાત પ્રવાસે છે. રાજકોટથી (Rajkot)તેમના ગુજરાત પ્રવાસની શરુઆત થવાની છે. રાજકોટમાં બપોરે 2 કલાક પછી ચૂંટણી પંચનું આગમન થશે. ચૂંટણી પંચની ટીમ રાજકોટમાં જિલ્લાના અધિકારીઓ સાથે તે બેઠક કરશે. રાજકોટમાં રાજકોટ સિવાય અન્ય છ જિલ્લાની બેઠક યોજાશે.

રાજકોટમાં જે છથી વધુ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાવાની છે તેમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહેવાના છે.આ બેઠકમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેટલો સ્ટાફ રહેશે, સંવેદનશીલ મલદાન મથકો, સુરક્ષા વ્યવસ્થાઓ, ઇવીએમ સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવશે.

વિધાનસભા ચૂંટણીને લઇને જે પણ કામગીરી રહેશે તે તમામની સમીક્ષા કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ દ્વારા કરવામાં આવશે. રાજકોટ બાદ આવતીકાલે સુરતમાં કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠક યોજાશે. જેમાં મતદાનની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત,આચાર સંહિતા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

Next Article