આવ રે વરસાદ….! ગુજરાતમાં જામી રહ્યો છે વરસાદી માહોલ, રાજ્યના કુલ 108 તાલુકામાં વરસ્યો વરસાદ

|

Jun 14, 2022 | 1:48 PM

રાજ્યમાં સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.ગાંધીનગરના (Gandhinagar) માણસામાં અઢી ઇંચ,સાબરકાંઠાના વિજયનગરમાં 2 ઇંચ, બનાસકાંઠાના 4 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આવ રે વરસાદ....! ગુજરાતમાં જામી રહ્યો છે વરસાદી માહોલ, રાજ્યના કુલ 108 તાલુકામાં વરસ્યો વરસાદ
Monsoon 2022

Follow us on

રાજ્યભરમાં મેઘ મહેર (Rain) શરૂ થઇ ગઇ છે.રાજ્યના 108 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.રાજ્યના 50 તાલુકામાં અડધાથી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો.જિલ્લાવાર વરસાદની વાત કરીએ તો રાજકોટમાં(Rajkot)  પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.સેન્ટ્રલ રાજકોટમાં પોણો ઇંચ અને પશ્ચિમ રાજકોટમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જેને લઇ ઠેર ઠેર પાણી ભરાયા હતા.તો નીચાણવાળી સોસાયટીઓમાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેને લઇ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મોત

જ્યારે સુરેન્દ્રનગરના(Surendranagar)  ચોટીલામાં માત્ર 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.રાજ્યમાં સૌથી વધુ અરવલ્લીના ધનસુરામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.ગાંધીનગરના માણસામાં અઢી ઇંચ,સાબરકાંઠાના વિજયનગરમાં 2 ઇંચ, બનાસકાંઠાના 4 તાલુકામાં 1થી 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.તો બનાસકાંઠાના (Banaskantha) વડગામમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો.બીજી તરફ કેટલાક વિસ્તારમાં વરસાદ મુસીબત બનીને વરસ્યો.વરસાદ સાથે વીજળી પડવાથી રાજ્યમાં 5 લોકોના મોત થયા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કચ્છમાં(Kutch)  પ્રથમ વરસાદ જ તોફાની બન્યો છે. સમગ્ર કચ્છમાં વરસાદ વચ્ચે વિજળી પડવાથી બેનાં મોત થયાં છે. આ ઉપરાંત રાપરના સુવઇ આસપાસના ગામોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નખત્રાણાના કોટડા જદોડરમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. એક કલાકમાં વરસેલા ધોધમાર વરસાદ પગલે નદી-નાળા વહી નીકળ્યાં હતાં. વરસાદના પગલે કોટડા-બીટા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. કોટડા-નખત્રાણા વચ્ચે બે મહિનાથી તૈયાર પુલ હજુ સુધી ચાલુ ના કરાતા વરસાદમાં અનેક વાહનો અટવાયા હતા.

Published On - 8:26 am, Tue, 14 June 22

Next Article