ધોરણ 1થી 8ની સ્કૂલો શરૂ કરવા અંગે શું કહ્યું જીતુ વાઘાણીએ? જાણો સરકારની શું છે યોજના?

|

Jan 26, 2022 | 4:44 PM

સ્કૂલ સંચાલક મંડળ ફરીથી સ્કૂલો ઓફલાઈન શરૂ કરવા રજૂઆતો કરી રહ્યું છે તેવામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજકોટ આવેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ બાબતે સરકારનુ વલણ જણાવ્યું હતું

કોરોના સંક્રમણમાં વધારો થવાને પગલે રાજ્યમાં ધોરણ 1થી 8 ઓફલાઇન શિક્ષણ બંધ કરી ઓનલાઇન અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હવે ધીમે ધીમે કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને ત્રીજી લહેર પૂરી થવાની હોવાના અહેવાલોને પગલે હવે સ્કૂલ સંચાલક મંડળ ફરીથી સ્કૂલો એફલાઈન શરૂ કરવા રજૂઆતો કરી રહ્યું છે તેવામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજકોટ આવેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી (Jitu Waghani) એ આ બાબતે સરકારનુ વલણ જણાવ્યું હતું.

સ્કૂલ સંચાલક મંડળ તરફથી ફેબ્રુઆરી માસમાં શરૂઆતમાં ધોરણ 6થી 8 અને ત્યાર બાદ 1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જોકે શાળા શરૂ થશે કે કેમ. જોકે આ અંગે આરોગ્યની સ્થિતિ ધ્યાનમાં રાખી નિર્ણય કરવામાં આવશે, એવું રાજકોટ આવેલા શિક્ષણમંત્રી (Education Minister) જિતુ વાઘાણીએ જણાવ્યું હતું. જ્યારે ફી વધારા મુદ્દે ગોળગોળ જવાબ આપતાં જણાવ્યું હતું કે FRC હાઇકોર્ટે નીમેલી કમિટી છે, સરકારને એની સાથે કોઇ નિસબત નથી.

15000થી ઓછી ફીવાળી 1500 સ્કૂલોને ફી વધારવા મંજૂરી

ફી નિર્ધારણ સમિટી (FRC) સમક્ષ આ શાળાઓએ વર્ષ 2019-2021 બાદ ફી વધારાની માંગ મુકી હતી જેમાં ફી નિર્ધારણ કમિટી દ્રારા 15 હજારથી ઓછી ફી હોય તેવી 3500 જેટલી શાળા (school) ઓની સમિક્ષા કરવામાં આવી હતી જેમાંતી 1500થી વધારે શાળાઓને ૫ થી 10 ટકા સુધીનો ફી વધારો માન્ય રાખવામાં આવ્યો છે.નવા સત્રથી આ ફી વધારો લાગુ થશે.

આ પણ વાંચોઃ ગેરકાયદે અમેરિકા જવામાં જીવનું જોખમઃ ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 6નું તુર્કીમાં ખંડણી માટે અપહરણ

આ પણ વાંચોઃ Narmada: બનાવટી ડીગ્રી, સર્ટિફિકેટ બનાવનાર મુખ્ય મહિલા આરોપી પકડાઈ, 35 યુનિવર્સિટીની બનાવટી 237 ડીગ્રી જપ્ત

Next Video