AIIMSને કારણે આજે પાણી માટે તરસ્યું રહેશે અડધું રાજકોટ

|

Jun 01, 2022 | 12:34 PM

ગરમી તેની ચરમસીમાએ છે ત્યારે આજે સૌરાષ્ટ્રના મોટા શહેર રાજકોટમાં (Rajkot) પાણીની બૂમરાણ મચી છે. આજે અડધા શહેરમાં પાણી કાપ (Water crisis) મૂકવામાં આવ્યો છે.

AIIMSને કારણે આજે પાણી માટે તરસ્યું રહેશે અડધું રાજકોટ
water cut in Rajkot today

Follow us on

ગરમી તેની ચરમસીમાએ છે ત્યારે આજે સૌરાષ્ટ્રના મોટા શહેર રાજકોટમાં (Rajkot)પાણીની બૂમરાણ મચી છે. આજે અડધા શહેરમાં પાણી કાપ (Water crisis) મૂકવામાં આવ્યો છે.  પ્રાથમિક વિગતો અનુસાર ટેકનિકલ કારણોસર 4 વોર્ડમાં પાણીકાપ મૂકવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકાએ (Rajkot Municipal Corporation) કારણ આપ્યું છે કે રાજકોટ AIIMS માં જોબ વર્કનું કામ પૂર્ણ કરવાનું હોવાથી રાજકોટ શહેરના વોર્ડ નં.1,2,3,4,5,7,9,10 અને 14 માં પાણી આપવામાં આવશે નહીં. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હડાળા સમ્પ ખાતે રૂડાને હડાળાથી બેડી લાઇન તરફ પાઇપલાઇન જોડાણ આપવાનું હોવાથી મૂકવામાં આવેલા શર્ટડાઉનના કારણે આ પાણીકાપ મૂકવામાં આવ્યો છે.

GWILની લાઈનમાંથી રાજકોટમાં આવેલી AIIMSને પાણી આપવા માટે જોબ વર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે તેના કારણે શહેરીજનોએ આ પાણીકાપની અગવડ વેઠવી પડશે. એક તરફ ઉનાળો અસહ્ય બન્યો છે અને વેકેશનના સમયમાં મહેમાનોની અવરજવર વધારે હોય છે તેવા સમયે સ્થાનિક નાગરિકો અને ખાસ તો ગૃહિણીઓ પાણીની અછતથી ત્રસ્ત થઈ ઉઠી છે. કુલ 18 વોર્ડમાંથી 10 આજે નગરજનોને પાણી મળશે નહીં. દરેક વોર્ડના અમુક વિસ્તારમાં જ પાણી કાપ મૂકવામાં આવ્યો છે.

વિસ્તારની યાદી જોઈએ તો રાજકોટમાં બેડી હેડવર્કસ હેઠળના વેલનાથ પરા,સાગર પાર્ક,સાઈ પાર્ક,કબીર ધામ,સ્કાય રેસીડેનસી,રાજ લક્ષ્મી ,સોહમ નગર,રાધિકા પાર્ક,આર ડી રેસીડેનસી, સીધી વિનાયક પાર્ક, ઓમ પાર્ક,હરી નગર,સુખ સાગર પાર્ક,અર્જુન પાર્ક,શિવમ પાર્ક,બજરંગ પાર્ક,સીતારામ પાર્ક,શાંતિ બંગલો,સરદાર એવનયુ,સીતારામ પાર્ક સૂચિત,ઘનશ્યામ નગર,આનંદ એવનયુ,સેટેલાઇટ પાર્ક,રાધા મીરા પાર્ક, મીરા પાર્ક 1,ચિત્રકૂટ પાર્ક, વૃંદાવન વિલા 1-2-3, ડી માર્ટ, વિઝન સ્કુલ,શાંતિ સદન કોમ્પ્લેક્ષ્,જય શક્તિ પાર્ક,વૃંદાવન પાર્ક 1,વૃંદાવન પાર્ક 2,વૃંદાવન પાર્ક 3,નરશી મેહતા આવાસ,ગણેશ કોમ્પ્લેક્ષ, ઉધમસિંહ આવાસ,મધુવન પાર્ક,પંચવટી પાર્ક,ગોકુલ ધામ રેસીડેનસી,તુલસીપાર્ક,શીવધારા સોસાયટી,ગુરૂદેવ પાર્ક 1 તથા 2(50 ફુટ રોડ),લક્ષ્મણ પાર્ક,અંબિકા પાર્ક,શિવ પરા, ગુરુદેવ પાર્ક ગેઈટ 1 તથા 2(કુવાડવા રોડ),એલ જી પાર્ક,ચિત્રકૂટ પાર્ક,સોમનાથ રીયલ તથા ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના અલકા પાર્ક, ભગીરથ સોસા., ગાંધી સ્મૃતિ સોસા-1-2, ગ્રામલક્ષ્મી સોસા., ગ્રીનગોલ્ડન સહિતની સોસાયટીમાં પાણી કાપ રહેશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ભર ઉનાળે પાણી કાપની સમસ્યા સામે ઝઝૂમતા નાગરિકો પાણી કાપની સમસ્યા વચ્ચે લોકો સારા વરસાદની આશા રાખી રહ્યા છે.

Next Article