PM Modi In Gujarat: વડાપ્રધાન મોદીએ કહ્યુ કે કૃષિ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનાથી ખેડૂતોને લાભ મળશે

|

May 28, 2022 | 1:34 PM

ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય તેની સૌથી મહત્વાકાંક્ષી યોજના વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ (ODOP) વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરી રહ્યું છે.

PM Modi In Gujarat: વડાપ્રધાન મોદીએ કહ્યુ કે કૃષિ ક્ષેત્રમાં ગુજરાત અગ્રેસર, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનાથી ખેડૂતોને લાભ મળશે
PM Narendra Modi In Gujarat

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતના (Gujarat) પ્રવાસે છે ત્યારે વડાપ્રધાને આટકોટમાં કે.ડી. પરવાડિયા હોસ્પિટલનું લોકોર્પણ કર્યું હતું. આ દરમિયાન સભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રમાં ગુજરાતનો ડંકો વાગે છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજનાથી ખેડૂતોને લાભ મળી રહ્યો છે. તો ચાલો જાણીએ કે આ યોજના શું છે. ભારતમાં લગભગ 55 થી 60 ટકા વસ્તી ખેતી પર નિર્ભર છે. એટલે કે મોટાભાગે ભારતીય અર્થતંત્ર ગ્રામીણ વિસ્તારો પર નિર્ભર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના ભાષણોમાં ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અનેક વખત ઉલ્લેખ કર્યો છે. આ જ કારણ છે કે ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરી રહી છે.

ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય તેની સૌથી મહત્વાકાંક્ષી યોજના વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે પણ કામ કરી રહ્યું છે. ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય તેની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી માઈક્રો ફૂડ ઈન્ડસ્ટ્રીઝ અપગ્રેડેશન સ્કીમ હેઠળ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ભાગીદારીમાં હાલના સૂક્ષ્મ ખાદ્ય સાહસોને નાણાકીય-તકનીકી અને વ્યવસાયિક સહાય પૂરી પાડી રહ્યું છે.

દેશના 700 જિલ્લામાં તેમના શ્રેષ્ઠ ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે, કેન્દ્ર સરકારે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરી છે. આ યોજનામાં તમામ રાજ્યો સાથે કામ કરવાનું રહેશે. આ યોજના હેઠળ રાજ્યના દરેક જિલ્લાના પરંપરાગત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઉપરાંત, ઉત્પાદનોનું ઉત્પાદન કરતા એકમોને મૂડી રોકાણ માટે સહાય આપવામાં આવે છે.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

આ યોજનાનો હેતુ શું છે?

સરકારનો હેતુ કેન્દ્ર સરકારના કૃષિ ઉત્પાદનોને આ યોજના લાવવામાં મદદ કરવાનો છે. આ સિવાય અન્ય ફાયદાઓ પણ છે. વાણિજ્ય વિભાગ કૃષિ નિકાસ હેઠળ ક્લસ્ટર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કૃષિ મંત્રાલય પણ આ જ તર્જ પર કામ કરી રહ્યું છે.

આ યોજનાના ઉદ્દેશ્યો

1. કૃષિ ઉત્પાદનોને મદદ અને પ્રોત્સાહન આપવું.

2. કૃષિ ઉત્પાદનોનું પ્રોસેસીંગ કરી નુકસાન ઘટાડવું.

3. કૃષિ પેદાશોના સંગ્રહ માટેની વ્યવસ્થા કરવી.

4. પ્રોડક્ટ અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરવું.

5. ઉત્પાદનો સાથે જોડાયેલા MSME માં મૂડી રોકાણમાં મદદ કરવી.

Published On - 1:33 pm, Sat, 28 May 22

Next Article