Gujarat: ચોમાસા બાદ ભૂવા અને ઉબડ-ખાબડ રોડની સમસ્યાથી લોકો ત્રસ્ત

|

Jul 17, 2022 | 9:58 PM

ગુજરાતનું ભાગ્યે જ કોઈ શહેર છે કે જ્યાંના રસ્તા તૂટ્લા (Broken road) ન હોય! આ સમસ્યાને કારણે  લોકોના વાહનોમાં પારાવાર નુકસાન થયું છે તેમજ કેટલાય લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ થવાના વારા આવ્યા છે. લોકો એ બાબતે રોષ વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ ટેકસ સૂચવે છે તેમ છતાં તેમને રોડ રસ્તાની સારી સુવિધા મળતી નથી.

Gujarat: ચોમાસા બાદ ભૂવા અને ઉબડ-ખાબડ રોડની સમસ્યાથી લોકો ત્રસ્ત

Follow us on

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ ગીર સોમનાથ, (Gir somnath) જૂનાગઢ સહિત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં તોફાની બેટિંગ કરી હતી. તેના પગલે ઠેર ઠેર ખાડા (pits) પડી ગયા છે અને આ ખાડામાં લોકો વારંવાર પડે છે અને ઇજાગ્રસ્ત થાય છે. હાલમાં ગુજરાતનું ભાગ્યે જ કોઈ શહેર છે કે જ્યાંના રસ્તા તૂટ્લા (Broken road) ન હોય.  આ સમસ્યાને કારણે  લોકોના વાહનોમાં પારાવાર નુકસાન થયું છે તેમજ કેટલાય લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ થવાના વારા આવ્યા છે આમ પ્રજાને બંને બાજુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. લોકો એ બાબતે રોષ વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ ટેકસ સૂચવે છે તેમ છતાં તેમને રોડ રસ્તાની સારી સુવિધા મળતી નથી.રસ્તા એ હદે ખરાબ છે કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે. કમરતોડ રસ્તાથી લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ખાડાઓને કારણે લોકોને અકસ્માતનો (Accident) ભય સતાવી રહ્યો છે.

અમદાવાદમાં ભૂવા અને ખાડા રાજ

વિશ્વ વિરાસત શહેરનું બિરુદ પામેલા અમદાવાદની ઓળખ ધોધમાર વરસાદ બાદ હવે ખાડાનગરી તરીકેની બની ગઇ છે. વરસાદી પાણી ઓસર્યા બાદ તંત્રએ રોડના કામમાં આચરેલો ભ્રષ્ટાચાર ઉઘાડો પડ્યો છે. અમદાવાદનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં મોટા પાયે ખાડા ન પડ્યા હોય! અમદાવાદના સૌથી પોશ વિસ્તારો હોય કે પછી છેવાડાના વિસ્તારો દરેક રસ્તાઓ પર એટલા મસમોટા ખાડાઓ પડ્યા છે કે તેના પરથી વાહન લઇને પસાર થવું તો દૂરની વાત છે. પ્રજાજનો આવા ખખડધજ રસ્તાઓ પર ચાલી પણ શકે તેમ નથી. કરોડોનો ટેક્સ ચૂકવતા અમદાવાદીઓને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ તંત્ર ઉણું ઉતર્યું છે.  બીજી તરફ પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ કરાયેલો કરોડોનો ખર્ચ ખરા અર્થમાં પાણીમાં ગયો છે.

રાજકોટ તરફ જતો રોડ છે ડિસ્કો રોડ

જે લોકો અમદાવાદથી રાજકોટ તરફ અને તેથઈ આગળ જતા હોય છે તો તેમના માટે આ મુસાફરી અસહ્ ત્રાસ આપનારી બની રહે છે. રાજકોટ હાઇવે ઉપર ચોતરફ હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.રસ્તા એ હદે ખરાબ છે કે રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તો તે કહેવું પણ મુશ્કેલ બન્યું છે. કમરતોડ રસ્તાથી લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.અમદાવાદ-જૂનાગઢ હાઇવે ( Junagadh highway) પર સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યાં છે. ગ્રીન લેન્ડ ચોકડીથી લઇને ગોંડલ રોડ (Gondal road) ચોકડી સુધી ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વળીઅને વાહનોને પણ મોટાપાયે નુકસાન થઈ રહ્યુ છે.

આ પણ વાંચો

વળી સૌરાષ્ટ્રના અન્ય તાલુકાઓમાં પણ સ્થિતિ કફોડી છે. રાજકોટ નજીકના ધોરાજીની (Dhoraji) વાત કરીએ આખું શહેર ખાડા નગરી બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગો ચાલવા લાયક પણ રહ્યા નથી. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો પારવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. વરસાદ પહેલા સ્થાનિકોના રોષને ખાળવા લાખો રૂપિયાના ખર્ચે રેતી-કપચી નાંખી રોડને રિપેર કરવામાં આવ્યા.પરંતુ ધોરાજીમાં પડેલા વરસાદે તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી છે.

ધોરાજીની વાત  કરીએ તો આખુ શહેર ખાડા નગરી બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગો ચાલવા લાયક પણ રહ્યા નથી. ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો પારવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. વરસાદ પહેલા સ્થાનિકોના રોષને ખાળવા લાખો રૂપિયાના ખર્ચે રેતી-કપચી નાંખી રોડને રિપેર કરવામાં આવ્યા. પરંતુ ધોરાજીમાં પડેલા વરસાદે તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી છે.

વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટીસુધી જતા રસ્તા પણ બિસ્માર

આશરે 4 વર્ષ પૂર્વે જ બનેલ ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાના ફોરટ્રેક રોડ ઉપર ઠેક ઠેકાણે મોટા મોટા ખાડા પડેલા નજરે પડ્યા હતા. જ્યારે આ રોડ વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ હોય રોજ બરોજ હજારો સહેલાણીઓ આ રોડ ઉપરથી જ પસાર થાય છે. આટલું જ નહિ આ રોડ ઉપરથી સરકારી કાર્યક્રમો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયા છે ત્યારે અધિકારીઓ, મંત્રીઓ, અને રાજકીય આગેવાનો પણ પસાર થાય છે, પણ રોડ પરના ખાડા કોઈને દેખાતા નથી જ્યારે રોજ બરોજ પસાર થતા સાહેલાણીઓને વાહન ચાલકોને ખાડાને પગલે ભારે હાલાકી ભોગવી પડે છે.

માર્ગ મકાન વિભાગના પણ કેટલા અધિકારીઓ આ રોડ ઉપરથી પસાર તો થાય છે પણ ખાડા પુરવાની કોઈ પણ તસ્દી લેતા ન હોવાના સ્થાનિકો આક્ષેપો લગાવી રહ્યા છે. તંત્ર નિદ્રામાંથી જાગીને પહેલા ખાડા પૂરવા કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

દર વર્ષે સરકાર નવા અને ચકચકિત રોડ બનાવવાના વાયદાઓ કરે છે. વાયદાઓ મુજબ નવા રોડ બનાવે પણ છે, પરંતુ મામૂલી વરસાદમાં  તમામ રોડ સંપૂર્ણપણે ધોવાઇ જાય છે. ત્યારે ફરી એકવાર રાજ્યના રોડ પર પડેલા ખાડાઓએ સરકારની પોલ ખોલી દીધી છે. ખાડા પરથી પસાર થતી વખતે નાગરિકોના હાડકા ખોખરા થઇ જાય છે. વાહનોને પણ મોટા પાયે નુકસાન થાય છે.

Next Article