સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો, જાણો ફરી સામાન્ય પ્રજા પર કેટલો બોજો પડશે

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો, જાણો ફરી સામાન્ય પ્રજા પર કેટલો બોજો પડશે
Edible Oil (Symbolic Image)

રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલતા યુદ્ધનાની અસર તેલના ભાવ પર પડી રહી છે. જો કે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહા જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 29, 2022 | 3:21 PM

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં એક મહિના દરમિયાન તોતિંગ વધારો થયો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો આવ્યો છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે. સિંગતેલ (groundnut oil)નો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલ (Cottonseed oil)નો ભાવ 30 રૂપિયા વધ્યો છે

4 વર્ષની સરખામણીએ સૌથી વધુ ભાવ

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે. સિંગતેલનો ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 30 રૂપિયા વધ્યો છે. છેલ્લા 4 વર્ષની સરખામણીએ કપાસિયા તેલનો ભાવ સૌથી ઊંચો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 690 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 640 રૂપિયા થયો છે.. બંને તેલના ભાવમાં ફક્ત 50 રૂપિયાનો જ તફાવત છે. છેલ્લા એક માસમાં સિંગતેલમાં રૂ.290 અને કપાસિયા તેલમાં રૂ.275નો ભાવ વધારો આવ્યો છે.

માર્ચ એન્ડિંગ હોવાથી માર્કેટ યાર્ડ બંધ છે. જેના કારણે ખેડૂતોનો માલ આવતો નથી. આ તકનો લાભ લઈને સંગ્રહખોરો પોતાની પાસે રહેલી મગફળી- કપાસ ઊંચા ભાવે વેચી રહ્યા છે..જેથી સિંગતેલ અને કપાસિયા તેલમાં વધુ ભાવ જોવા મળે છે. અન્ય તેલના ભાવની વાત કરીએ તો પામોલીન તેલ રૂ.2370, સરસવ રૂ.2500, સન ફ્લાવર રૂ.2470, કોર્ન ઓઈલ રૂ.2340, વનસ્પતિ ઘી રૂ.2530, કોકોનેટ રૂ.2620, દિવેલ રૂ.2400ના ભાવે વેચાઈ રહ્યું છે.

રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર તેલના ભાવ પર

રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલતા યુદ્ધનાની અસર તેલના ભાવ પર પડી રહી છે. જો કે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

આ પણ વાંચો-

Gandhinagar: ખેડૂતોને 6 કલાક વીજળી આપવા મુદ્દે આજે રાજ્ય સરકાર અને કિસાન સંઘ વચ્ચે બેઠક, કિસાન સંઘ જાહેર કરશે અગામી કાર્યક્રમ

આ પણ વાંચો-

Gujarat Assembly Election 2022: કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવાની તૈયારી, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પંજો છોડી કમળ પકડી શકે છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati