ખુશખબર : રાજકોટ જિલ્લાના ડેમોમાં આવ્યા નવા નીર, સપાટીમાં 10 ટકાનો વધારો

|

Jul 26, 2021 | 8:21 PM

રાજકોટમાં (Rajkot) રવિવારે સરેરાશ 2 ઇંચથી લઇને 8 ઇંચ સુધી વરસાદ વરસતા ડેમોમાં નવા નીર આવ્યા છે.

ખુશખબર : રાજકોટ જિલ્લાના ડેમોમાં આવ્યા નવા નીર, સપાટીમાં 10 ટકાનો વધારો
Rajkot Rain

Follow us on

હવામાન આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઇ છે. જેને પગલે રાજકોટ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં (Rajkot) રવિવારે સરેરાશ 2 ઇંચથી લઇને 8 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદને કારણે જીવાદોરી સમાન જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે રાજકોટનો આજી-2 ડેમ ઓવર ફ્લો થયો છે. જ્યારે ગોંડલનો મોતીસર ડેમ ઓવર ફ્લો થયો હતો.

સિંચાઇ વિભાગનાં એક્ઝિક્યુટીવ ઇજનેર એસ.જી. પટેલના કહેવા પ્રમાણે જિલ્લાના 26 ડેમમાં 24 ટકા જેટલું પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. જેમાં વરસાદ વરસતા 36 ટકા જેટલું પાણી થયું છે. આજી-2, મોતીસર અને વેણુ-2 ડેમમાં પાણીની આવક થતા ઓવર ફ્લો થયા છે.

રાજકોટ જિલ્લાનાં જળાશયોની સ્થિતિ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભાદર ડેમની કુલ ઉંડાઇ 35 ફુટ છે જ્યારે 0.49 ફુટ નવા નિરની આવક થતા હાલ 22.28 ટકા ડેમ ભરાયેલો છે.

મોજ ડેમની કુલ ઉંડાઇ 44 ફુટ છે. જ્યારે 11.91 ફુટ નવા નિરની આવક થતા હાલ 56.62 ટકા ડેમ ભરાયેલો છે.

વેણું-2 ડેમની કુલ ઉંડાઇ 54.13 ફુટ છે. જ્યારે 5.41 ફુટ નવા નિરની આવક થતા 76.43 ટકા ડેમ ભરાયેલો છે.

આજી-1 ડેમની કુલ ઉંડાઇ 36.52 ફુટ છે. જેમાં નવા નિરની આવક 0.62 ફુટ થતા 28.54 ટકા ડેમ ભરાયો છે. જોકે નર્મદાનાં નિર સૌની યોજનાથી આવી રહ્યા છે.

આજી-2 ડેમની કુલ ઉંડાઇ 42.19 ફુટ છે. જે ઓવરફ્લો થતા 1 દરવાજો 1 ફુટ ખોલીને લેવલ મેઇનટેન કરવામાં આવી રહ્યું છે.

ન્યારી 1 ડેમમાં સૌની યોજનાનું પાણી બંધ કરાયું
રવિવારે જે રીતે વરસાદ પડ્યો તેના કારણે સૌની યોજના થકી આવતું પાણી ન્યારી 1 ડેમમાં ઠાલવવાનું બંધ કરાયું છે. RMC ના કહેવા પ્રમાણે બે દિવસ પડેલા વરસાદને કારણે પાણીની આવક થતા સપાટીમાં અઢી ફૂટનો વધારો થયો છે. આ સાથે જ સપાટી 18.20 સુધી પહોંચી છે. જ્યારે આજી 1 ડેમમાં હજુ બે થી ત્રણ દિવસ સુધી સૌની યોજના થકી પાણીની આવક ચાલુ રાખવામાં આવશે. મહત્વનું છે કે રાજકોટનું જળસંકટ હળવું કરવા માટે સૌની યોજના થકી 300 ક્યુસેક પાણી રાજકોટના ડેમોમાં છોડવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો : Banaskantha : પ્રથમ તબક્કામાં રસીકરણમાં અગ્ર રહેલા જીલ્લામાં 13 લાખ લોકો હજુ પણ કોરોના રસીથી વંચિત

આ પણ વાંચો : Bhavnagar: કોરોના ગાઈડલાઈન સાથે ધોરણ 9થી 11ની શાળાનો પ્રારંભ, શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજી ઉઠી

Published On - 8:09 pm, Mon, 26 July 21

Next Article