Rajkot : પરીક્ષામાં નિષ્ફળતા કારણે યુવાને જીવન ટૂંકાવ્યું, સ્યૂસાઇડ નોટમાં લખ્યુંઃ જમા પૈસા બહેનના લગ્નમાં વાપરજો,બિન સચિવાલય મારું ડ્રીમ હતું

|

Jul 29, 2022 | 9:45 PM

રાજકોટના ગોંડલના  22 વર્ષીય જયેશ જીવરાજભાઈ સરવૈયાએ(Jayesh Sarvaiya) કોમ્પિટીટીવ (Competitive Exam) એક્ઝામમાં નાપાસ થતા ગળા ફાંસો ખાઈ લીધો હતો. મૃતક જયેશ છેલ્લા 4 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. તેણે પોતાની સ્યૂસાઇડ નોટ ખૂબ જ ધીરજ પૂર્વક અને સમજણપૂર્વક લખી હોય તેમ તેણે લખ્યું હતું કે હું ખૂબ જ introvert, Sensitive, overthinking કરનારો યુવક છું.

Rajkot : પરીક્ષામાં નિષ્ફળતા કારણે યુવાને જીવન ટૂંકાવ્યું, સ્યૂસાઇડ નોટમાં લખ્યુંઃ જમા પૈસા બહેનના લગ્નમાં વાપરજો,બિન સચિવાલય મારું ડ્રીમ હતું
A depressed and vulnerable young man cut short his life due to exam failure and illness

Follow us on

રાજકોટ નજીકના ગોંડલમાં (Gondal) આશાસ્પદ યુવાને સ્પર્ધાત્મક પરીક્ષામાં નિષ્ફળતા મળતા જીવન ટૂંકાવી (Suicide) લેવાનું આત્યંતિક પગલું ભરી લેવાની ઘટના સામે આવી હતી. પરીક્ષામાં નિષ્ઠફળતા અને  શારિરીક તકલીફોને કારણે  આ યુવકે  હતાશામાં આવીને  આ પગલું ભર્યું હતું  હાલમાં યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.   22 વર્ષીય જયેશ જીવરાજભાઈ સરવૈયાએ કોમ્પિટીટીવ (Competitive Exam) એક્ઝામમાં નાપાસ થતા ગળા ફાંસો ખાઈ લીધો હતો. મૃતક જયેશ છેલ્લા 4 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. તેણે પોતાની સ્યૂસાઇડ નોટ ખૂબ જ ધીરજ પૂર્વક અને સમજણપૂર્વક લખી હોય તેમ તેણે લખ્યું હતું કે હું ખૂબ જ introvert, Sensitive, overthinking કરનારો યુવક છું. આ યુવકે લખેલી  સંવેદનશીલ સ્યૂસાઇડ નોટમાં  તેણે પોતાની મનોવ્યથા ઠાલવી દીધી છે.  તેણે  ખૂબ સમજણપૂર્વક  સ્યૂસાઇડ નોટ લખીને પોતાની અંતિમ ઇચ્છા પણ વ્યક્ત કરી છે

તેણે લખ્યું છે કે ભગતસિંહ 23 વર્ષે દેશ માટે ફાંસીને માચડે ચઢ્યા હતા પરંતુ હું મારી જિંદગીથી ભાગી અને કંટાળીને આ પગલું ભરી રહ્યો છું. બે વર્ષ એપ્રેન્ટિસ કરીને જે પૈસા જમા કર્યા છે તે બહેનના લગ્નમાં વાપરજો અને મારા અંગોનું દાન કરજો જેથી કોઈ બીજાને નવજીવન મળી શકે.  તેણે એમ પણ લખ્યું હતું કે   મારી અંતિમ ક્રિયામાં પૈસા ન વાપરતા પરંતુ વૃક્ષો વાવજો…..આ  પ્રકારની સ્યૂસાઇડ નોટ સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

બિન સચિવાલય મારું ડ્રીમ હતું, હું કઈ કરી શક્યો નથી , મારી જાત મને નકામી લાગે છે

 

જયેશે સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે બિન સચિવાલય મારું ડ્રીમ હતું પરંતુ હું અત્યાર સુધી કંઈ કરી શક્યો નથી. બિન સચિવાલય પહેલા ઘણી એકઝામ આપી પરંતુ કોઈ સફળતા ન મળી, ક્લાસીસે જાવ છું, ઘરે પણ તૈયારી કરું છું. પણ હવે મારામાં ધીરજ ખૂટી ગઈ છું ક્લાસીસ કર્યા તેમ છતાં મારામાં કોન્ફિડન્સનો અભાવ છે. મને ખબર છે મારી હેસિયત એટલી છે કે હું એકઝામ ક્લિયર કરી શકું છું, પરંતુ અત્યારે હું ડિમોટિવેટ ફીલ કરું છું. કેમ કે એક્ઝામના કોઈ ઠેકાણા નથી. કોઈ ડેટ ફિક્સ નથી. જીવનમાં આગળ શું કરવું કંઈ નક્કી નથી. સપના ઘણાં હતા મહેનત પણ કરી પણ મહેનત કદાચ ઓછી પડે છે.

ઓગસ્ટમાં 23 નો થઈશ, પપ્પાને મજૂરી કામમાંથી છૂટકારો અપાવવો હતો

યુવકે સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે મારો સ્વભાવ શાંત છે. પરંતુ overthinking મને હેરાન કરી છે છે. હું emotional, overthinking કરનારો અને introvert છું. ઓગસ્ટમાં હું 23 વર્ષનો થઇશ, નોકરી કરીને પપ્પાને મજૂરી કામ છોડાવવું હતું. પરંતુ સોરી હું એવું ન કરી શકયો. સતત નિષ્ફળતાથી હું કંટાળી ગયો છું.

The body of the Jayesh has been shifted for post mortem.

નાનપણની બિમારીથી કંટાળ્યો

યુવકે થોડો ઉલ્લેખ તેની બિમારીનો કર્યો છે તેમાં લખ્યું છે કે નાનપણની બિમારીથી તે કંટાળી ગયો છે અને અત્યાર સુધી બિમાર પણ રહ્યો . તેની પાછળ ઘણા ખર્ચા થઈ ગયા છે , પગમાં ફોડકા થયા છે હવે હું થાકી ગયો છું.  તેણે લખ્યું  છે કે હવે મારામાં જરાય ઈચ્છા નથી જીવવાની, સાવ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. મારી મુશ્કેલીઓમાંથી છૂટવા તમારી સાથે ચિટિંગ ન થાય, પણ હવે હું સ્વાર્થી થઈ ગયો છું. તમે 23 વર્ષનો કર્યો, પણ હવે મારી જીવવાની ઇચ્છા નથી. એટલે 2 મિનિટમાં જીંદગી ખતમ કરી દેવી વધારે સહેલી લાગે છે.

માતા પિતાનું ઋણ ચૂકવ્યા વિના સ્વાર્થી થઇને જઈ રહ્યો છું

Jayesh Sarvaiya Suicide note

મારી છેલ્લી ઇચ્છાઓ પૂરી કરજો, વિચારશીલ યુવાને ભગત સિંહનું ઉદાહરણ ટાંક્યું

આ સંવેદનશીલ યુવકે છેલ્લે લખ્યું છે કે મેં બે વર્ષ એપ્રેન્ટિસ કરીને જે પૈસા જમા કર્યા છે તે બહેનના લગ્નમાં વાપરજો અને મારા અંગોનું દાન કરજો જેથી કોઈ બીજાને નવજીવન મળી શકે. તેણે લખ્યું છે કે મારી અંતિમ ક્રિયા પાછળ કોઈ ખર્ચો ન કરતા પરંતુ વૃક્ષો વાવજો. આ વિચારશીલ યુવાને ભગતસિંહનું ઉદાહરણ ટાંકતા લખ્યું હતું કે ભગતસિંહ 23 વર્ષે દેશ માટે ફાંસીને માચડે ચઢ્યા હતા, પરંતુ હું મારી જિંદગીથી ભાગી અને કંટાળીને આ પગલું ભરી રહ્યો છું.

Next Article