જાણીતા RJ કૃણાલના પિતાએ કર્યો આપઘાત,પોલીસને મળી આવી સ્યૂસાઇડ નોટ

શહેરના જાણીતા RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ દેસાઈએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા (Suicided) કરી લીધી હતી. ઈશ્વરભાઈ દેસાઈના મૃતદેહ પાસેથી પોલીસને પ્લાસ્ટિકની થેલીમાંથી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી.

જાણીતા RJ કૃણાલના પિતાએ કર્યો આપઘાત,પોલીસને મળી આવી સ્યૂસાઇડ નોટ
Father of well-known RJ Krunal committed suicide, police found suicide note
Image Credit source: File Image
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jul 16, 2022 | 11:49 AM

અમદાવાદ (Ahmedabad) શહેરના જાણીતા RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ દેસાઈએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા (Suicide) કરી લીધી હતી. આ ઘટના અંગેની જાણ થતા પોલીસ (Police) ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક ઇશ્વરભાઈ દેસાઈનો મૃતદેહ અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી મળી આવ્યો હતો.

મૃતક ઇશ્વરભાઈના નાનાભાઈએ નોંધાવી પોલીસ ફરિયાદ

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ ઈશ્વરભાઈ દેસાઈના મૃતદેહ પાસેથી પોલીસને પ્લાસ્ટિકની થેલીમાંથી  7 પાનાની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં કૃણાલની પ્રથમ પત્ની ભૂમિના પરિવારજનો સામે અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં મૃતક ઇશ્વરભાઇના નાના ભાઈ શંભુભાઈ હાલાભાઈ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઇ પાસે કૃણાલની પ્રથમ પત્નીના પરિવારજનો પૈકી ભૂમિના પિતા પ્રવીણ રણછોડભાઈ દેસાઈ, ભૂમિના માતા કવિતા પ્રવીણભાઈ દેસાઈ તેમજ ભૂવાજી લક્ષ્મણભાઈ દેસાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદ મુજબ,ભૂમિના માતા-પિતા ભૂમિના આપઘાત કેસની પતાવટ માટેની 1 કરોડની માંગણી કરતા હતા. જેના કારણે ઇશ્વરભાઈ સતત તણાવમાં રહેતા હતા અને હતાશ થઈ ગયા હોવાથી આ અંતિમ પગલું ભર્યું હતું.

તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ,મારા સૌથી મોટાભાઈનો દીકરા કૃણાલના નવેમ્બર 2015માં પ્રવિણભાઈ પંચાલની દીકરી ભૂમિ સાથે સાથે થયા હતા પરંતુ લગ્નના પોણા બે મહિના બાદ ગઈ 21 જાન્યુઆરી, 2016 ના રોજ કોઈ કારણસર ભૂમિએ પ્રહલાદનગર રોડ ખાતેના સચિન ટાવર ઉપરથી પડતું મુકીને આત્મહત્યા કરી હતી. જે આત્મહત્યા અનુસંધાને ભૂમિના માતા કવિતાબેને મારા ભાઈ ઇશ્વરભાઈ તથા ભાભી પુષ્પાબેન તથા ભત્રીજા કૃણાલ વિરૂધ્ધમા શારિરીક માનસિક ત્રાસ તેમજ આત્મહત્યાના દુષ્પ્રેરણાની ફરીયાદ કરી હતી. આ કેસ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમા ચાલુ છે અને આ કેસના કારણે મારા ભાઈ ઇશ્વરભાઈ સતત તણાવમાં રહેતા હતા.

તેમણે મને  કહ્યું હતું કે  હું તને મારા દિલની તમામ વાતો તને કરૂં છું. પરંતુ આ વાત તું કોઇને જણાવતો નહીં નહિતર સમાજમાં મારી બદનામી થશે. ત્યાર બાદ તેમણે કહ્યું કે  ભૂમિના પિતા પ્રવિણભાઈ તથા તેમના મમ્મી કવિતાબેન તથા તેમના કૌટુંબિક ભાઈ રમેશભાઈ આપણા સમાજના ભૂવાજી લક્ષ્મણભાઈ સાથે મળી મને અવાર નવાર ફોન કરી બોલાવે છે અને ફોન ઉપર કોઈ વાત ન કરી બહાર એકલા મળવા બોલાવી મારા વિરૂધ્ધમાં કરેલા કેસની પતાવટ માટે પ્રથમ એક કરોડ રૂપિયા માંગી માંડવાળ કરી છેલ્લે 75 લાખ માંગે છે.

આ વાત કર્યા બાદ ગત રોજ 13 જુલાઈ 2022ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે પોલીસ સ્ટેશનથી ફોન આવતા જાણવા મળ્યું કે મારા ભાઈએ જનતાનગર ફાટક પાસે ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી છે.  ઉલ્લેખનીય છે કે, RJ કૃણાલના પિતા પહેલા તેમના પૂર્વ પત્ની ભૂમિએ કેટલાક વર્ષો પૂર્વે આપઘાત કર્યો હતો. 21 જાન્યુઆરી 2016ના રોજ RJ કૃણાલની પૂર્વ પત્ની ભૂમિ દેસાઈએ બપોરે સચીન ટાવરના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati