Rajkot : ગોંડલ માર્કેટિંગ યાર્ડનો દબદબો, આવકમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડને પછાડી બન્યુ નંબર વન

|

Jun 26, 2022 | 8:23 AM

બજાર નિયંત્રણ સમિતિ દ્વારા તાજેતરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યભરના તમામ માર્કેટિંગ યાર્ડની આવકના હિસાબ જાહેર કરતી બુક બહાર પાડવામાં આવી હતી.જેમાં 23.61 કરોડની આવક સાથે ઊંઝા માર્કેટિંગ યાર્ડને પછાડી સૌપ્રથમવાર ગોંડલ(Gondal) માર્કેટિંગ યાર્ડે નંબર વનનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

Rajkot : ગોંડલ માર્કેટિંગ યાર્ડનો દબદબો, આવકમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડને પછાડી બન્યુ નંબર વન
Gondal Market Yard (File Photo)

Follow us on

સૌરાષ્ટ્રના (Saurashtra) અગ્રણી માર્કેટિંગ યાર્ડ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડે (Gondal market Yard) આવકની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બજાર નિયંત્રણ સમિતિ દ્વારા તાજેતરમાં યોજાયેલી બેઠકમાં રાજ્યભરના તમામ માર્કેટિંગ યાર્ડની આવકના હિસાબ જાહેર કરતી બુક બહાર પાડવામાં આવી હતી. જેમાં 23.61 કરોડની આવક સાથે ઊંઝા માર્કેટિંગ યાર્ડને પછાડી સૌપ્રથમવાર ગોંડલ માર્કેટિંગ યાર્ડે નંબર વનનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.આ અંગે યાર્ડના ચેરમેને જણાવ્યું હતું કે આગામી સમયમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડને(marketing yard) સમગ્ર દેશમાં અગ્રેસર બનાવવાનું લક્ષ્ય છે.

માર્કેટયાર્ડમાં ટ્રાફિક ન સર્જાય તે માટે નવતર પ્રયોગ

હવે રાજકોટના (Rajkot) ગોંડલ માર્કેટયાર્ડમાં ટ્રાન્સપોર્ટરોને ટ્રાફિકની સમસ્યાથી છૂટકારો મળશે. ટ્રાફિકની (Traffic) સમસ્યા ન સર્જાય તે માટે માર્કેટયાર્ડમાં 20 વિઘા જમીનમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવામાં આવ્યુ. જેને લઈને 1000 માલવાહક વાહનોને (Vehicle) સમાવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. જેમાં ડ્રાઇવરો માટે આધુનિક ઓફિસ પણ બનાવવામાં આવી છે. સાથે લાઈટ, પાણી, બાથરૂમ, મિનરલ વોટર, મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધાઓથી ડ્રાઈવરોને મોટી રાહત થશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉપરાંત માર્કેટયાર્ડમાં ટ્રાફિક ન સર્જાય તે માટે અંદર આવતા વાહનો માટે નિયમો કડક બનાવાયા છે. જો કોઈપણ ટ્રક ચાલક યાર્ડમાં બિનઅધિકૃત રીતે પોતાનું વાહન પાર્ક કરશે તો તેઓની પાસેથી રૂપિયા 200નો દંડ વસૂલવામાં આવશે. આ નિયમ માર્કેટયાર્ડના ચેરમેન, ડિરેક્ટરો અને કર્મચારીઓ સહિતના લોકોને લાગુ પડશે.

 

Next Article