Breaking News : રાજકોટ આજી GIDC લૂંટ અને હત્યા કેસ, પોલીસે લૂંટારૂ ગેંગને ઝડપી, તમામ મુદામાલ રિકવર, જુઓ CCTV

રાજકોટના આજી GIDCમાં તન્વી ગોલ્ડ રિફાઇનરીમાં સનસનાટીભરી લૂંટ અને હત્યાની ઘટના બની. કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી હત્યા કરી 800 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી લૂંટી લેવાયા.

Breaking News : રાજકોટ આજી GIDC લૂંટ અને હત્યા કેસ, પોલીસે લૂંટારૂ ગેંગને ઝડપી, તમામ મુદામાલ રિકવર, જુઓ CCTV
| Edited By: | Updated on: Oct 15, 2026 | 1:12 PM

રાજકોટના આજી GIDC વિસ્તારમાં સોના-ચાંદીની લૂંટ સાથે હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. તન્વી ગોલ્ડ નામની સોનાની રિફાઈનરીમાં કામ કરતા કર્મચારી લાલજી સરધારાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફૂટેજમાં માસ્ક પહેરેલા બે શખ્સો લૂંટને અંજામ આપતા અને ત્યારબાદ ફરાર થતા નજરે પડ્યા હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક વિગતો મુજબ, લાલજી સરધારા સોના-ચાંદીથી ભરેલો થેલો લઈને રિફાઈનરીની બહાર નીકળ્યા હતા. તેઓ થેલો ટુ-વ્હીલર પર મૂકવાની તૈયારી કરી રહ્યા હતા, તે દરમિયાન પાછળથી આવેલા બે માસ્કધારી લૂંટારુઓએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટારુઓએ પહેલાં હવામાં ફાયરિંગ કર્યું અને ત્યારબાદ સોના-ચાંદી ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો.

આ દરમિયાન લાલજી સરધારાએ લૂંટનો પ્રતિકાર કરતાં હુમલાખોરોએ તેમના છાતીના ભાગે ગોળી મારી હતી. ગોળી વાગતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ બંને આરોપીઓ સોના-ચાંદીનો થેલો લઈને કારમાં ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓ આશરે 800 ગ્રામ સોનું અને 3 કિલો ચાંદી લઈને ભાગી ગયા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

ઘટનાના CCTV ફૂટેજમાં કાળા માસ્ક પહેરેલા બે શખ્સો જોવા મળતા હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાએ રાજકોટમાં વેપારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં લૂંટ અને ગોળીબારની ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. મહત્વનુ છે કે પોલીસ ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપ્યા છે. એટલે કે રાજકોટની આ લૂંટ અને હત્યાના ચકચારી કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે રાજસ્થાનના ઉદયપુરમાંથી લૂંટારુ ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનામાં 9 જેટલા શખ્સોની સંડોવણી ખૂલી. મહત્વનું છે કે, ટૂંક સમયમાં પોલીસ મહત્વના ખુલાસા કરશે.

ફાયરિંગ કરનાર શખ્સ અનુરાગ અને તેના સાગરીત લંકેશને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. બંને આરોપીઓને આજે સાંજ સુધીમાં રાજકોટ લાવવામાં આવે તેવી શક્યતા છે. આ સમગ્ર મામલે પોલીસની તપાસમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.

બીજી તરફ, તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝના કર્મચારીએ જ લૂંટની ટીપ આપી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. લૂંટારુઓને બાતમી આપનાર શખ્સની પણ પોલીસે અટકાયત કરી છે. હવે રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ ઝા બાતમી આપનાર શખ્સની પૂછપરછ કરશે, જેમાં લૂંટ અને હત્યાના કેસને લઈને વધુ ખુલાસા થવાની શક્યતા છે.

વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ, જુઓ Video

Published On - 1:04 pm, Thu, 15 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.