હિમાચલ પ્રદેશમાં મફત વીજળી અપાય છે તો ગુજરાતમાં કેમ નહીં? ‘આપ’નો ભાજપને વેધક સવાલ

|

Jun 15, 2022 | 4:11 PM

રાજ્ય સરકાર વિજબીલમાં લૂંટ ચલાવે છે. જેથી રાજ્યમાં આમ આદમી પાર્ટી વિજબીલને લઈને આંદોલન કરશે. રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં વીજ બિલ ફટકારવામાં આવતાં હોવાનો આક્ષેપ પણ ઇન્દ્રનીલ રાજગીરુએ કર્યો હતો.

હિમાચલ પ્રદેશમાં મફત વીજળી અપાય છે તો ગુજરાતમાં કેમ નહીં? આપનો ભાજપને વેધક સવાલ
Indranil rajyaguru

Follow us on

રાજ્યમાં વીજ કંપની (Electricity Company) એ દ્વારા વીજ દરમાં વધારો કરવામાં આવતા આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા આજે અન્ય આગેવાનો દ્વારા સુરતમાં રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સરકારની વીજ યુનિટના ભાવ અંગેની નીતિ પર પ્રહારો કર્યા હતા.

ગુજરાતના લોકોને વીજળીની સુવિધા પૂરી પાડનારી વીજ કંપની દ્વારા અચાનક વીજ દરમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. યુનિટ દીઠ વસુલવામાં આવતા ભાવમાં વધારો કરવામાં આવતા સામાન્ય માણસની કમર તૂટી રહી છે. આવા સંજોગોમાં વીજ દરમાં વધારો પાછો ખેંચવા અને વીજળી સસ્તી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આજે સુરતમાં રેલી કાઢવામાં આવી હતી. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ આ રેલીમાં જોડાયા હતા. વીજળી સસ્તી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. સરકાર દ્વારા જો આમ જનતાને સ્પર્શતા આ મુદ્દાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી દિવસમાં જલ્દી આંદોલનની ચિમકી તમને ઉચ્ચારી હતી.

રાજકોટમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોફરન્સમાં શહેર અને જિલ્લાનાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેનું પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર વિજબીલમાં લૂંટ ચલાવે છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં આમ આદમી પાર્ટી વિજબીલને લઈને આંદોલન કરશે. રાજ્યના ઊર્જા વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં વીજ બિલ ફટકારવામાં આવતાં હોવાનો આક્ષેપ પણ ઇન્દ્રનીલ રાજગીરુએ કર્યો હતો. તેમણે જણાવ્યું કે અમે મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે. મોંઘવારીમાં બે છેડા ભેગા થઈ શકતા નથી ત્યારે ભાજપ વીજળીમાં ભ્રષ્ટાચાર કરે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ સાથે મફત વીજળીને લઇને પણ રાજકારણ ગરમાયું છે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે 2022ની ચૂંટણી પહેલાં કેટલીક પાર્ટીઓ મફતનું દઇ દેશું, લૂંટાવી દેશું તેવી જાહેરાતો કરશે આવી જાહેરાતો કરવાવાળા આવશે, તેનાથી બચીને રહેજો. જીતુ વાઘાણીના નિવેદન પર AAPના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે જો તમારાથી મફતમાં ન આપી શકાતું હોય તો હિમાચલ પ્રદેશમાં ભાજપ 125 યુનિટ ફ્રી કેમ આપે છે? જીતુ વાઘાણીના કારણે શિક્ષણ ખાડે ગયું છે. ગુજરાતની સરકાર મફતમાં ન લેવું જોઇએ એવું કહીને લોકોને ગુમરાહ કરી રહી છે.

Next Article