રાજકોટ-જેતપુર જિલ્લાના ખેડૂતોને પાછોતરા વરસાદથી નુકશાન, વળતરની માંગ

|

Oct 11, 2022 | 7:34 PM

રાજકોટ-જેતપુર(Rajkot)જિલ્લાના ખેડૂતોના(Farmers)હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાનો અનુભવ ત્યાંના ખેડૂતોને થઇ રહ્યો છે..વરસાદે ડાંગર, મગફળી અને કપાસ અને સોયાબીનના ઊભા પાકનો સોથ વાળી દીધો છે.( Crop)મગફળી અને કપાસના પાકમાં એટલુ નુક્સાન થયુ છે કે ખેડૂતને તેની પડતર પણ પાછી મળે તેની પણ આશા નથી દેખાતી

રાજકોટ-જેતપુર જિલ્લાના ખેડૂતોને પાછોતરા વરસાદથી નુકશાન, વળતરની માંગ
Rajkot Rain

Follow us on

રાજકોટ-જેતપુર(Rajkot)જિલ્લાના ખેડૂતોના(Farmers)હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાનો અનુભવ ત્યાંના ખેડૂતોને થઇ રહ્યો છે..વરસાદે ડાંગર, મગફળી અને કપાસ અને સોયાબીનના ઊભા પાકનો સોથ વાળી દીધો છે.( Crop)મગફળી અને કપાસના પાકમાં એટલુ નુક્સાન થયુ છે કે ખેડૂતને તેની પડતર પણ પાછી મળે તેની પણ આશા નથી દેખાતી. જેમાં ચોમાસાની સિઝનમાં જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.મેઘરાજાની કૃપા એવી વરસી કે ખેડૂતોના ચહેરા પર સ્મિત હતું કે આ વખતે ખૂબ સારા પ્રમાણમાં પાક તૈયાર થશે અને સારી કમાણી પણ મળી રહેશે. જેમાં પણ ખેડૂતોને ક્યાં ખબર હતી કે આ મહેર પરિણામ આપનારી નહીં પણ નુક્સાની ભોગવનારી સાબિત થશે.કેમકે ગઈકાલે પડેલા વરસાદને લઈને ખેડૂતોના મગફળી, સોયાબીન અને કપાસના પાકને વિપરીત અસર પહોંચતા નુક્સાની તરફ જગતનો તાત.

વરસાદ પડતાં પાક બરબાદ થઇ ગયો

કપાસ મગફળી સહિત સોયાબીનમાં પાણ નુક્સાની થઇ છે..અને વરસાદ થવાને કારણે બમણો માર પડ્યો છે કેમકે ઘાસચારો પણ નષ્ટ થઇ ગયો છે.મગફળીમાં વીસ હજારનો ખર્ય અને સોયાબીનમાં 15 હજારનો ખર્ચ માથે પડ્યો છે..કપાસની વાત કરીએ તો કપાસની હાલત ખૂબ જ ખરાબ છે.કપાસના તૈયાર જિંડવા વરસાદના પાણીને હિસાબે ખરાબ થઈને તૂટી ગયા છે..એક તરફ ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ ખરીદીને પાક વાવેલ હતો..ત્યારે તેની ઉપર વરસાદ પડતાં પાક બરબાદ થઇ ગયો છે.

પાછોતરા વરસાદને કારણે મહામુલો પાક નષ્ટ થઇ જતા આર્થિક નુક્સાની તરફ ખેડૂતો દેખાઇ રહ્યાં છે..સ્થિતીને જોતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યાો છે..આ કુદરતની થપાટ છે જ્યાં વરસાદે તેમને આશ જગાડી અને આ જ વરસાદે તેમને રડતા પણ કરી નાંખ્યા છે..ત્યારે ખેડૂત હવે સરકારની સામે આશા રાખીને બેઠા છે અને કહી રહ્યાં છે કે કંઇક મદદ કરો.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

ખેડૂતોના ઊભા પાક પર કહેર વરસાવ્યો

રાજ્યમાં પાછોતરા વરસાદે ખેડૂતોના ઊભા પાક પર કહેર વરસાવ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેર સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. સુરતના વરાછા, કાપોદ્રા, સ્ટેશન રોડ, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું હતું… તો અમરેલીના સાવરકુંડલા અને રાજુલા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

Published On - 7:15 pm, Tue, 11 October 22

Next Article