વીજળીથી ખેતી : આ ગામમાં ખેડૂતો વીજળીથી ખેતી કરીને કરી રહ્યા છે મબલખ કમાણી

|

Jun 13, 2022 | 9:46 AM

લગભગ દસેક કરોડ રૂપિયાનો ખર્ચ આ પ્લાન્ટ પાછળ કરવામાં આવ્યો છે.આ પ્લાન્ટમાં 360 કરતા વધુ સોલર પેનલ (Solar Pannel) લગાવવામાં આવેલી છે.

વીજળીથી ખેતી : આ ગામમાં ખેડૂતો વીજળીથી ખેતી કરીને કરી રહ્યા છે મબલખ કમાણી
Solar Pannel

Follow us on

સૂર્યમાંથી(SUN વીજળી ઉત્પન્ન કરીને પડતી તકલીફને દૂર કરવામાં આવી છે.રાજકોટના(Rajkot) ઉમરાડી ગામમાં સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે.જેનાથી ગામના ખેડૂતો(Farmer)  જ નહિં પણ ગામની આમ જનતાના ઘરમાં હવે ક્યારે અંધારુ નહિં થાય.આ ગામે સંઘર્ષ કર્યો છે,ખરાબ સમય જોયો છે.પણ સમસ્યામાંથી બહાર આવીને આ દિશામાં પ્રગતિના માર્ગે આગળ વધીને સિધ્ધી પણ મેળવી લીધી છે કેમકે બાર વિઘા જમીનમાં વિશાળ સોલાર પ્લાન્ટ (Solar Plant) ઉભો કરાયો છે.

પ્લાન્ટમાં 360 કરતા વધુ સોલર પેનલ લગાવવામાં આવી

જો કે આ પ્રોજેક્ટ પાછળ ઘણી મહેનત હતી પણ ઉદ્દેશ સ્પષ્ટ હતો કે હવે તકલીફોમાંથી બહાર આવવુ છે.વર્ષો પહેલા પ્લાન્ટના સ્થાપના કરવામાં આવી હતી.લગભગ દસેક કરોડ રૂપિયાનો ખર્ચ આ પ્લાન્ટ પાછળ કરવામાં આવ્યો અને ત્યારબાદ તે તૈયાર થયો.આ પ્લાન્ટમાં 360 કરતા વધુ સોલર પેનલ (Solar Pannel) લગાવવામાં આવેલી છે.જેમાં બે અલગ અલગ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે જેનાથી ઉત્પન્ન થતી વીજળી સબસ્ટેશનમાં પહોંચાડવામાં આવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર

તમને જણાવી દઈએ કે,આ પ્રોજક્ટના ફાયદા તો ઘણા છે,પરંતુ હજુ સોલારનો વિસ્તાર વધારવાની અને લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે.એટલુ જ નહિં ખેડૂતોને જે કોલસાની ખામીને કારણે જે સમસ્યા સર્જાય છે તેમાંથી બહાર આવી શકાય છે અને સરકાર પણ આ ક્ષેત્રમાં સોલર પર ફરી સબસીડી (Subsidy) શરૂ કરે તો રોકાણકારોને તો ફાયદો થશે જ સાથે સાથે સરકારને પણ ફાયદો થશે.

Published On - 9:45 am, Mon, 13 June 22

Next Article