રાજકોટના ધોરાજીમાં ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી, આ છે કારણ

|

Nov 10, 2021 | 5:36 PM

રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવના બદલે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં મગફળી વેચી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે, ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ બે મહિને નાણાં મળે છે.

ગુજરાતમાં(Gujarat)દિવાળીના તહેવારો બાદ હવે માર્કેટ યાર્ડ(Market Yard)શરૂ થયા છે. જેમાં ખેડૂતો(Farmers) પોતાનો પાક વેચવા માટે અલગ અલગ બજારોમાં જઇ રહ્યા છે. તેમજ સરકારે ટેકાનાના ભાવે રાજ્યના 140 સ્થળોએ મગફળીની ખરીદી શરૂ કરી છે. જો કે આ દરમ્યાન રાજકોટના(Rajkot) ધોરાજીમાં(Dhoraji)ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નીરસતા જોવા મળી હતી.

જેમાં ધોરાજીમાં ટેકાના ભાવના બદલે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં મગફળી વેચી રહ્યા છે.. ખેડૂતોનો આરોપ છે કે, ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ બે મહિને નાણાં મળે છે. હાલ રવિ પાકના વાવેતર માટે નાણાંની જરૂર હોવાથી ખેડૂતોને મજબૂરીમાં ખુલ્લી બજારમાં મગફળી વેચવી પડી રહી છે.

આ અંગે ભારતીય કિસાન સંઘે પણ રાજય સરકારને ટેકાના ભાવે ખરીદી કરતાં પૂર્વે તેના ભાવમાં વધારો કરવા રજૂઆત કરી હતી. કિસાન સંઘે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ટેકાના ભાવમાં માત્ર 110 રૂપિયાનો વધારો થયો છે. જયારે તેની સામે ખાતર, બિયારણ અને અન્ય ખર્ચા બમણા થયા છે. તેથી ખેડૂતોને પાકના ટેકાના ભાવમાં તાત્કાલિક વધારો કરવો જોઇએ.

કિસાન સંઘે કહ્યું હતું કે આ ભાવે પાક વેચવાનો ખેડૂતોને પોષાતું નથી. આ ઉપરાંત સરકાર દ્વારા ખુલ્લા બજાર કરતાં ઓછા ભાવે ખરીદી કરીને તેના નાણાં બે માસ બાદ ચુકવવામાં આવે છે. જો કે ખેડૂતને બીજા પાક માટે નાણાંની જરૂર હોય છે. તેથી સરકારે પોતાની નીતિમાં ફેરફાર કરીને ખેડૂતોના હિતમાં વિ ચાર કરવો જોઇએ.

આ પણ વાંચો :  ગુજરાતમાં 55 દિવસમાં રૂપિયા 245 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આપ્યું આ નિવેદન

આ પણ વાંચો :  Ahmedabad: મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કમળાના દર્દીઓની લાઈન

 

Next Video