શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે જેને ગુજરાતના શિક્ષણમાં ખામી દેખાતી હોય તેણે સર્ટિફિકેટ લઈને બીજાં રાજ્યોમાં ચાલ્યા જવું જોઈએ!
આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું અને વાલીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કેટલાક વાલીઓએ કહ્યું કે શિક્ષણમંત્રીને મોઢે આવી વાત શોભે નહીં. વાલીઓને સંતાનોને ખાનગી કોલેજોમાં કે બીજા રાજ્યો કે દેશમાં ભણવા મોકલવા તે મજબૂરી છે, શોખ નથી.
રાજ્યમાં સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં 28,212 જગ્યા ખાલી છે તેવું સરકારે જ વિધાનસભામાં કબુલ્યું છે
રાજકોટ (Rajkot) માં મહાનગરપાલિકા (Municipal Corporation) ની એક સ્કૂલ (School) ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Vaghani) એ કહ્યું કે ‘જેમને ગુજરાતના શિક્ષણ (education) માં ખામી દેખાતી હોય તેઓ સર્ટિફિકેટ (Certificate) લઈને બીજાં રાજયોમાં ચાલ્યા જાય.’ તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતમાં આપણી પાસે જે વ્યવસ્થા છે તે જેવી હોય તે ગમવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ‘અહીં જન્મ્યા, અહીં મોટા થયા, ધંધો કર્યો અને હવે ઘણાને અહીંનું શિક્ષણ ગમતું નથી. તેઓને મારી પ વિનંતિ છે કે સ્કૂલ લિવિંગ લઈને તેઓને જે દેશમાં જે રાજ્યમાં શિક્ષણ ગમતું હોય ત્યાં જતું રહેવું જોઈએ.
જોકે તેમણે આવું નિવેદન કરતાં પહેલાં એ પણ યાદ રાખવું જોઇતું હતું કે વિધાનસભામાં જ સરકારે સ્વીકાર્યું છે કે રાજ્યમાં સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28,212 જગ્યા ખાલી છે.
આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું અને વાલીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કેટલાક વાલીઓએ કહ્યું કે શિક્ષણમંત્રીને મોઢે આવી વાત શોભે નહીં. વાલીઓને સંતાનોને ખાનગી કોલેજોમાં કે બીજા રાજ્યો કે દેશમાં ભણવા મોકલવા તે મજબૂરી છે, શોખ નથી. અહીં શિક્ષણ મોંઘુ છે, મેડીકલમાં મોંઘીદાટ ફીને કારણે રશિયા,યુક્રેન સહિત દેશોમાં મોકલવા પડે છે. રાજ્યમાં સારું અને સસ્તું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવાને બદલે બીજે જતા રહેવાનું વાત કરવી એ બીલકુલ યોગ્ય નથી.
વધુમાં શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે શિક્ષણના લગતા સૂચનો કરાય તે આવકાર્ય છે, ટીકા ભલે થાય પણ તેમાં તથ્ય અને સત્ય હોય તો જ નવા સુધારા આવી શકશે. તેમણે રાજ્યની 40,000માંથી 20,000 શાળાઓ સ્કૂલ ઓફ એક્સલેન્સમાં ફેરવવા જાહેરાત કરી હતી અને સરકારી યોજનાઓના ગુણગાન ગાયા હતા.
गुजरात में
शिक्षा व्यवस्था को ध्वस्त कर दिया।
शिक्षा का निजीकरण कर दिया।
अब सवाल उठाने पर गुजरात छोड़ने की सलाह देने वालो कुछ तो शर्म करो!
गुजरात किसी के बाप की जागीर नहीं है, हर गुजराती यहाँ रहेगा और अधिकार भी मांगेगा।
नहीं दे सकते तो सत्ता छोड़ दो!
— Arjun Modhwadia (@arjunmodhwadia) April 6, 2022
અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને કહ્યું તમે વ્યવસ્થા ન કરી શકતા હો તો સત્તા છોડી દો
જીતુ વાઘાણીના શિક્ષણ અંગેના નિવેદન પર અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી આકરા પ્રહાર કર્યા છે. તેમણે સરકાર પર ગુજરાતમાં શિક્ષણનું ખાનગીકરણન કરી શિક્ષણ વ્યવસ્થાને ધ્વસ્ત કર્યાનો આક્ષેપ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું છે કે હવે સવાલ ઉઠાવીને ગુજરાત છોડવાની સલાહ આપનારાઓને શરમ કરો! ગુજરાત કોઈના બાપની મિલકત નથી, દરેક ગુજરાતી અહીં જ રહેશે અને હક્ક પણ માંગશે. જો તમે ન આપી શકો તો સત્તા છોડો!
આ પણ વાંચોઃ Vadodara: ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીનો કકળાટ, લકુલેશનગર સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
આ પણ વાંચોઃ Ahmedabad : ગરમીનો પારો વધતાં પાણીજન્ય રોગના કેસમાં વધારો, બે સ્થળોએ કોલેરાના કેસ નોંધાયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-