દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજકોટમાં આગમન, સાંજે ૭ વાગ્યે જનસભાને સંબોધન કરશે

|

May 11, 2022 | 4:09 PM

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આવી પહોંચ્યા છે. રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા બાદ અરવિંદ કેજરીવાલ ઇમ્પિરીયલ હોટેલ પહોંચ્યા હતા. કેજરીવાલને આવકારવા માટે એરપોર્ટ પર ઇસુદાન ગઢવી, ગુલાબસિંહ યાદવ અને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાંજે 7 વાગ્યે રાજકોટમાં જનસભાને સંબોધન કરશે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રાજકોટમાં આગમન, સાંજે ૭ વાગ્યે જનસભાને સંબોધન કરશે
Delhi Chief Minister Arvind Kejriwal arrives in Rajkot

Follow us on

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind kejriwal) રાજકોટમાં આવી પહોંચ્યા છે. રાજકોટ (Rajkot) એરપોર્ટ પર ઉતર્યા બાદ અરવિંદ કેજરીવાલ ઇમ્પિરીયલ હોટેલ પહોંચ્યા હતા. કેજરીવાલને આવકારવા માટે એરપોર્ટ પર ઇસુદાન ગઢવી, ગુલાબસિંહ યાદવ અને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાંજે 7 વાગ્યે રાજકોટમાં જનસભાને સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભાજપ-કૉંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી છે. ભાજપને સીધી ટક્કર આપવા માટે હવે આમ આદમી પાર્ટીની નજર ભાજપના ગઢ પર હોય એમ લાગી રહ્યું છે. કારણ કે રાહુલ ગાંધીના દાહોદ પ્રવાસ બાદ આજે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન સૌરાષ્ટ્ર પર રાજકોટ પહોંચ્યા છે.

રાજકોટ એરપોર્ટથી કેજરીવાલ હોટેલ ઇમ્પિરીયલ ગયા હતા જ્યાં સામાજિક, રાજકીય અને વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. જે બાદ કેજરીવાલ રાજકોટમાં શક્તિપ્રદર્શન કરશે. રાજકોટમાં તેમનો રોડશો યોજવામાં આવશે. આ રોડ શો શાસ્ત્રી મેદાન સુધી પહોંચશે અને ત્યાં સભાનું સંબોધન કરશે. આમ સૌરાષ્ટ્રથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.

રાજકોટમાં કેજરીવાલનો રોડ શો યોજાશે તેમના રોડ શૉમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. ત્રિકોણ બાગ ખાતે શાસ્ત્રી મેદાનમાં યોજવામાં આવેલી જાહેર સભામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવું જણાઈ આવે છે. ત્યારબાદ સાંજે 7 વાગે શાસ્ત્રી મેદાન ખાતે જાહેર જનસભાને સંબોધિત કરશે. મળતી માહિતી અનુસાર કેજરીવાલ રાજકોટમાં જ રાત્રી રોકાણ કરી 12 મેના રોજ દિલ્લી જવા રવાના થશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં કોન્દ્રીય નેતાઓની ગુજરાતની અવર જવર વધી ગઈ છે. ગઈ કાલે જ રાહુલ ગાંધી દાહોદના પ્રવાસે આવ્યા હતા તેમણે આદીવાસીઓને કોંગ્રેસ તરફ આકર્ષવાની કોશિશ કરી હતી. દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં ભાગ લેલવા આવેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નવું ગુજરાત બનાવવું પડશે તમને રોજગાર અને શિક્ષા તેમજ સ્વાસ્થ્ય જોઈએ તો તમારે આગળ આવવું પડશે. ભાજપ બધું છીનાવવા માંગે છે, પણ આ લડાઈમાં અમે તમારી સાથે છીએ. અમારું જૂનું મોડેલ પરત લાવવા માંગીએ છીએ અને બધા મળીને સરકાર ચલાવીશું. અહીંયા ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે અને તેમાં આદિવાસીઓના ધારાસભ્ય હશે અને સરકાર એમના માટે કામ કરતી હશે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આદિવાસીઓના આ દબાયેલા અવાજને અમે રસ્તાઓ પર ઉતારવા માંગીએ છીએ. સરકાર તમારો અવાજ નથી સાંભળવા માંગતી, પણ કોંગ્રેસ તમને એટલા મજબૂત કરવા માંગે છે કે ગુજરાત જ નહીં પીએમને પણ તમારો અવાજ સંભળાય.

Published On - 2:50 pm, Wed, 11 May 22

Next Article