RAJKOT : PM MODIની મુલાકાત પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સાથે ગુફ્તગુ

|

Dec 04, 2021 | 9:07 PM

ખોડલધામ ટ્ર્સ્ટ દ્રારા જાન્યુઆરીમાં યોજાનાર વાર્ષિક પાટોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં છે.જો આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તો 2022ની ચૂંટણી પહેલાનું આ સૌથી મોટું પાટીદાર સંમેલન યોજાશે.

RAJKOT : PM MODIની મુલાકાત પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ  સાથે ગુફ્તગુ
Bharatsinh Solanki and Naresh Patel

Follow us on

RAJKOT : લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલઘામમાં ફરી રાજકીય હલચલ જોવા મળી છે.આજે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા હતા.ભરતસિંહ સોલંકીએ ખોડલધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી.ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલની બેઠકને ઔપચારિક મુલાકાત ગણાવી હતી.મહત્વનું છે કે જાન્યુઆરીમાં ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે ત્યારે તે પહેલા કોંગ્રેસના નેતા સાથેની ગુફ્તગુ ખૂબ જ સૂચક માનવામાં આવે છે.

નરેશ પટેલને પદ્મશ્રી કેમ નહીં? : ભરતસિંહ સોલંકી
ખોડલધામ ખાતેની મુલાકાત દરમિયાન ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલને પદ્મશ્રી આપવાની માંગ કરી હતી.ભરતસિંહે કહ્યું હતુ કે ભાજપ સરકાર જો કંગના રાણાવતને પદ્મશ્રી આપતી હોય તો નરેશ પટેલને પદ્મશ્રી કેમ નહીં? નરેશ પટેલ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં એક સામાજિક અને ઘાર્મિક કામ કરે છે.સમાજમાં તેનું માન સન્માન અને પ્રતિષ્ઠા તથા મોભો છે તો તેમને પદ્મશ્રી મળવો જોઇએ તેવું જણાવ્યું હતું.

2022ની ચૂંટણી પહેલા ફરી ખોડલઘામ ચર્ચાનું કેન્દ્ર
એક તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ના પડઘમ વાગી રહ્યા છે અને તેની સાથે જ ખોડલઘામ ખાતે રાજકીય ગતિવીધીઓ વઘતી જોવા મળી રહી છે.ખોડલધામ ટ્ર્સ્ટ દ્રારા જાન્યુઆરીમાં યોજાનાર વાર્ષિક પાટોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં છે.જો આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહે તો 2022ની ચૂંટણી પહેલાનું આ સૌથી મોટું પાટીદાર સંમેલન યોજાશે.બીજી તરફ ખોડલધામને આકર્ષવા માટે કોંગ્રેસ પણ પ્રયત્ન કરતી જોવા મળી રહી છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

નરેશ પટેલ નિવેદનથી દુર રહ્યા
આજે મુલાકાતમાં પ્રદેશ કોંગ્રેસ તરફથી કોઇ સંદેશો નરેશ પટેલને મોકલવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખોડલધામમાં થતી રાજકીય ગતિવીધીઓને લઇને નરેશ પટેલ મિડીયા સામે આવતા હોય છે પરંતુ આજે થયેલી ભરતસિંહ સોલંકી સાથેની બેઠક બાદ નરેશ પટેલ મિડીયાથી દૂર રહ્યા હતા અને કોઇ જ પ્રકારનું નિવેદન આપ્યું ન હતું એટલું જ નહિ નરેશ પટેલે મિડીયા સામે આવવાનું પણ ટાળ્યું હતું.

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં ઓમિક્રોનની એન્ટ્રી, કોરોનાના નવા 44 કેસ, અમદાવાદ અને ભાવનગર શહેરમાં સૌથી વધુ કેસ

આ પણ વાંચો :Omicron Gujarat : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સર્તક, CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Next Article