RAJKOT : સિવિલ હોસ્પિટલનો વિચિત્ર પ્રતિબંધ, વોર્ડમાં લીલા નારિયેળ લાવવાની મનાઈ ફરમાવી

|

Aug 11, 2021 | 11:28 AM

Rajkot Civil Hospital : રાજકોટની સિવિલ હોસ્પિટલ એકમાત્ર એવી હોસ્પિટલ છે જેણે લીલા નારિયેળ પર પ્રતિબંધ લગાવવાનો વિચિત્ર નિર્ણય લીધો છે. જો લીલા નારિયેળ અંદર લઈ જવાય તો નર્સિંગ સ્ટાફ અથવા તો સુરક્ષા કર્મીઓ અટકાવશે પણ ખરા.

RAJKOT : સિવિલ હોસ્પિટલનો વિચિત્ર પ્રતિબંધ, વોર્ડમાં લીલા નારિયેળ લાવવાની મનાઈ ફરમાવી
Ban on coconuts at Rajkot Civil hospital

Follow us on

RAJKOT : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લીલા નારિયેળ પર પ્રતિબંધ ફરમાવવાનો વિચિત્ર નિર્ણય લેવાયો છે.. લીલા નારિયેળ કોઈ ફેંકીને મારશે તેવું હાસ્યાસ્પદ કારણ આપીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોઇપણ વ્યક્તિ જ્યારે બીમાર પડે ત્યારે તબીબો લીલા નારિયેળ પીવાનું સૂચન આપે છે જેથી તેમના શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે અને પચવામાં હળવું હોવાથી બીજી કોઇ પેટને લગતી સમસ્યા પણ ન થાય.

જોકે રાજકોટની સિવિલ હોસ્પિટલ એકમાત્ર એવી હોસ્પિટલ છે જેણે લીલા નારિયેળ પર પ્રતિબંધ લગાવવાનો વિચિત્ર નિર્ણય લીધો છે. જો લીલા નારિયેળ અંદર લઈ જવાય તો નર્સિંગ સ્ટાફ અથવા તો સુરક્ષા કર્મીઓ અટકાવશે પણ ખરા. પુરુષ વોર્ડમાં આ પ્રકારે લાગેલા બોર્ડથી સૌ કોઇને કુતૂહલ થઈ રહ્યું છે. દર્દીઓના સ્વજનો એમ પણ કહી રહ્યા છે કે, લીલા નારિયેળ નહિ તો શું સૂકા નારિયેળ લઈ જવાના?

આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આર.એસ. ત્રિવેદીએ હાસ્યાસ્પદ કારણ આપ્યું.. તેમણે કહ્યું કે નારિયેળ હેલ્ધી છે પણ હેવી વસ્તું છે, વોર્ડમાં કોઇની ઉપર પડે, કોઇ ફેંકે તો ઈજા થઈ શકે. આ કારણે દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઈને લીલા નારિયેળ ન લઈ જવા કહેવાયું છે..અધિક્ષકના જણાવ્યા મુજબ લીલા નારિયેળનો ઉપયોગ ફેંકીને કોઇને મારવા પણ થઈ શકે છે. મહત્વનું છે કે સુરક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતા સત્તાધીશોને હજુ સુધી આ પ્રકારની કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો : VADODARA : વેપારીના અપહરણ બાદ 7 લાખની લૂંટ, 50 લાખની ખંડણી માગી જાનથી મારી નાખવાની ધમકી આપી

આ પણ વાંચો : VADODARA : ડોકટરોની હડતાળનો આંશિક અંત, આજથી ઈમરજન્સી, ICU ,કોવીડ સેવાઓ શરૂ

Next Article