રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગુજરાત પ્રવાસ પૂર્ણ,રાજકોટ એરપોર્ટથી દિલ્લી જવા રવાના

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (President Ramnath Kovind) બે દિવસ જેટલો સમય સૌરાષ્ટ્રમાં વિતાવ્યો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ માધવપુરના આંતરરાષ્ટ્રિય મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગુજરાત પ્રવાસ પૂર્ણ,રાજકોટ એરપોર્ટથી દિલ્લી જવા રવાના
After completing his Gujarat tour, President Ramnath Kovind left Rajkot Airport for Delhi
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 11, 2022 | 6:10 PM

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો (President Ramnath Kovind) ગુજરાત પ્રવાસ (Gujarat Tour) સોમવારે બપોરે પૂર્ણ થયો છે. અને તેઓ રાજકોટ (Rajkot) એરપોર્ટ (Air port) પરથી દિલ્લી (Delhi) જવા માટે રવાના થયા હતા. આજે સવારે સોમનાથ મહાદેવના દર્શન પૂજન આરતી કરીને તેઓ વાયુસેનાના ખાસ હેલિકોપ્ટર મારફતે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. અને અહીથી તેઓ ખાસ વિમાનમાં દિલ્લી જવા રવાના થયા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું રાજકોટ એરપોર્ટ પર કરાયું સ્વાગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના સ્વાગતમાં આચાર્ય દેવવ્રત, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી,મેયર ડો.પ્રદિપ ડવ,જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ,ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રપતિના આગમને લઇને એરપોર્ટ બહાર તમામ વ્યવસ્થાઓ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. આ ઉપરાંત સર્કિટ હાઉસને પણ રિઝર્વ રાખવામાં આવ્યું હતું.ગણતરીની મિનીટોનો સમય પસાર કરીને રાષ્ટપતિ રામનાથ કોવિંદ વાયુસેનાના ખાસ વિમાન મારફતે દિલ્લી જવા રવાના થયા હતા.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમનાથ મહાદેવને શીશ ઝુંકાવ્યું, માધવપુરના મેળાનો પ્રારંભ કરાવ્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બે દિવસ જેટલો સમય સૌરાષ્ટ્રમાં વિતાવ્યો હતો.સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ માધવપુરના આંતરરાષ્ટ્રિય મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.રાષ્ટ્રપતિએ માધવપુરના કાર્યક્રમાં ભાગ લીઘો હતો અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ માણ્યો હતો ત્યારબાદ તેઓ રોડ માર્ગે સોમનાથ જવા રવાના થયા હતા જ્યાં તેઓએ રાત્રી રોકાણ કર્યું હતું અને સવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા વિધી દર્શનનો લાભ લઇને રાજકોટ આવવા રવાના થયાં હતા અને અહીંથી તેઓ દિલ્લી જવા રવાના થયા હતા.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે માધવુપર મેળાને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર, અનેકતામાં એકતા અને સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે તેમ જણાવ્યું હતું. રાષ્ટ્રપતિએ રામ નવમીના પાવન પર્વની શુભકામના પાઠવતાં જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ દ્વારકા અને રુકમણીજીની ભૂમિ ઉત્તરપૂર્વીય ભારતના અનુબંધનને શ્રદ્ધા, આસ્થા અને પ્રેમના પ્રતિક તરીકે ઉજાગર કરતો આ મેળો માનવજીવનમાં એકતાનો જન સંવાદ અને ઉત્સવો તહેવારો સાથે નવા વિચારોની પણ એક આગવી મશાલ બન્યો છે.

આ પણ વાંચો :Morbi : પ્રાકૃતિક ખેતી માનવી અને જમીન બંનેનાં સ્વાસ્થ્ય માટે તેમજ ગાયોના સંવર્ધન માટે લાભદાયી : મુખ્યમંત્રી

આ પણ વાંચો :બદમાશોએ પતિની સામે જ પત્ની પર દુષ્કર્મ કરવાનો કર્યો પ્રયાસ, વિરોધ કરતા પગ પર ડીઝલ નાખીને લગાવી દીધી આગ

g clip-path="url(#clip0_868_265)">