RAJKOT : 20 માંથી 6 જળાશયોમાં સિંચાઇ માટે પુરતું પાણી, 100 ગામોને પાણી આપી શકાય તેટલો પાણીનો જથ્થો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 8:53 AM

સિંચાઇ વિભાગના અધિકારીઓ પણ માની રહ્યા છે કે તેમના તાબામાં આવતા જળાશયોમાંથી 100 ગામોને પાણી આપી શકાય તેટલો પાણીનો જથ્થો છે. જો માગ કરવામાં આવશે તો સિંચાઇના પાણી મુદ્દે નિર્ણય લેવાશે.

RAJKOT :સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જોકે રાહતની વાત એ છે કે રાજકોટ સિંચાઇ હેઠળ આવતા 20 માંથી 6 જળાશયોમાં સિંચાઇ માટે પાણી આપી શકાય તેટલો જથ્થો છે. જેમાં આજી-2, ન્યારી-2, ભાદર-2, વેણુ અને ફોફળ ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો છે અને આ તમામ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપી શકાશે. મહત્વપૂર્ણ છે કે જિલ્લાના વિંછીયા અને પડધરીમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે, ત્યારે સિંચાઇ વિભાગના અધિકારીઓ પણ માની રહ્યા છે કે તેમના તાબામાં આવતા જળાશયોમાંથી 100 ગામોને પાણી આપી શકાય તેટલો પાણીનો જથ્થો છે. જો માગ કરવામાં આવશે તો સિંચાઇના પાણી મુદ્દે નિર્ણય લેવાશે.

આ પણ વાંચો : VADODARA : 4 કરોડના સોનાની ચોરીના કેસમાં બંને આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજુર

આ પણ વાંચો : AHMEDABAD : સરકારી હોસ્પિટલોમાં ફરી ઈમરજન્સી સેવા બંધ, રેસિડેન્ટ તબીબો-સરકાર વચ્ચે સમાધાન નિષ્ફળ

g clip-path="url(#clip0_868_265)">