Rajkot : ગોંડલની શ્રીરામ હોસ્પિટલમાં અનોખો સેવા યજ્ઞ શરુ, ગરીબ જરુરીયાત મંદોને વિનામૂલ્યે ડે કેર સુવિધા

|

May 03, 2021 | 7:24 PM

ગોંડલની શ્રી રામ હોસ્પિટલ માં પૂ. હરિચારણદાસજી મહારાજની આજ્ઞાથી ગરીબ જરુરીયાત મંદોને વિનામૂલ્યે ડે કૅર યુનિટ શરૂ કરાયું છે જેમાં સારવાર, દવા, રહેવા તથા ભોજન ની પણ વ્યવસ્થા કરાઈ.

Rajkot : ગોંડલની શ્રીરામ હોસ્પિટલમાં અનોખો સેવા યજ્ઞ શરુ, ગરીબ જરુરીયાત મંદોને વિનામૂલ્યે ડે કેર સુવિધા
પ્રતિકાત્મક ફોટો

Follow us on

Rajkot : માનવ સેવા એજ પ્રભુ સેવાના શુભ આશયથી શરુ ગોંડલમાં કરાયેલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં પૂ. હરિચારણદાસજી મહારાજની આજ્ઞાથી અનોખો સેવા યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે એક તરફ કોરોનાના હાહાકાર છે. અને લોકો જીવ બચાવવા આમતેમ ભટકી રહ્યા છે હોસ્પિટલોમાં બેડ મળતા નથી ત્યારે સામાન્ય લોકો માટે ખુબ જ મોટી મુસીબત છે. તેવામાં ગોંડલની શ્રી રામ હોસ્પિટલ ખાતે હાલની પરિસ્થિતિને પોહચી વળવા કોરોનાથી સંક્રમિત થયેલ દર્દીઓને કે જેને ઓક્સિજનની હાલ જરૂર ન હોઈ તેવા દર્દીઓની સારવાર માટે વિનામૂલ્યે ડે કેર યુનિટ શરૂ કરવા માં આવ્યું છે. જેમાં ગરીબ જરુરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર, દવા, રહેવા તથા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી રામ હોસ્પિટલની બાજુમાં જ નવું આકાર લય રહેલ અદ્યતન હોસ્પિટલના બિલ્ડીંગમાં જે દર્દીઓને દવા, બાટલા, ઈન્જેકશન જેવી તમામ સુવિધા વિના મૂલ્યે સારવાર શરૂ કરવા માટે હાલ 25 જેટલા બેડ કાર્યરત છે. હાલની પરિસ્થિતિ જોતા પૂ. હરિચારણદાસજી મહારાજશ્રીએ આજ્ઞા કરતા સમગ્ર ટ્રસ્ટી ગણ, ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા માત્ર 2 દિવસમાં ડે કેર યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ હાલ 25થી વધુ લોકો સારવાર મેળવી રાહત અનુભવી રહ્યા છે.

મહારાજની આજ્ઞાથી હોસ્પિટલમાં હાલ કોવિડ સેન્ટર કાર્યરત છે. પરંતુ લોકોની હાલાકી અને ત્વરિત સારવારના મળતા દર્દીઓ ક્રિટિકલ પરિસ્થિતિમાં ન મુકાય છે. ત્યારે પૂ.હરિચારણદાસજી મહારાજના આશીર્વાદથી વિનામૂલ્યે ડે કેર યુનિટ શરૂ કરવા આવ્યું છે. જેમાં દર્દીને ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી અને દર્દી વધુ ગંભીર સ્થિતિમાં ના મુકાઈ તે માટે વિનામૂલ્યે સારવાર શરૂ કરવામાં આવી છે. સાથે સાથે હાલ ઓક્સિજનની પણ અછત હોઈ આગામી સમયમાં હોસ્પિટલ ખાતે દાતાશ્રીઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરાશે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

શ્રી રામ હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં ડે કેર યુનિટ શરૂ કરાયું છે. તે ખૂબ જ સારી વાત છે. ડે કેરમાં કોરોનાથી સનક્રમીત સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીને દાખલ થવાની જરૂર નથી માત્ર જરૂરી દવા, ઇન્જેક્શન, બાટલા જેવી સારવાર આપવામાં આવે છે. દર્દીને તાત્કાલિક સારવાર મળતા ગંભીર પરિસ્થિતિનો સામનો કરવાથી બચી શકે છે. હાલ 25 બેડ કાર્યરત છે અને જરૂર પડ્યે બીજા વધુ બેડ પણ ઉમેરાશે જેથી લોકો ને ક્રિટિકલ પરિસ્થિતિનો સામનો કરવાથી બચી શકે.

Next Article