Rajkot: નાનકડા ગામ ફરેણીમાં ડેન્ગ્યુનો આતંક, આરોગ્ય વિભાગ આંકડા છૂપાવતો હોવાનો ગ્રામજનોનો આરોપ

|

Sep 19, 2021 | 4:30 PM

Rajkot: ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગામલોકોનું કહેવું છે કે નાનકડા ગામમાં અત્યારે ડેન્ગ્યુના 60 જેટલા કેસ છે પરંતુ આરોગ્ય વિભાગ દર્દીઓના સાચા આંકડા છૂપાવી રહ્યો છે.

સૌરાષ્ટ્રના લોકોની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. પાણીમાં ડૂબેલા અમુક વિસ્તારોને ખુબ તકલીફ પડી રહી છે. ભારે વરસાદમાં રોડ-રસ્તા, ઘર-ખેતર પાણીમાં ડૂબી ગયા બાદ હવે મચ્છરજન્ય રોગનો ભય વધ્યો છે. ઘણા ગામ અને વિસ્તારમાં આ બાબતે ફરિયાદ જોવા મળી રહી છે.

એવા જ એક રાજકોટના ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગામલોકોનું કહેવું છે કે નાનકડા ગામમાં અત્યારે ડેન્ગ્યુના 60 જેટલા કેસ છે પરંતુ આરોગ્ય વિભાગ દર્દીઓના સાચા આંકડા છૂપાવી રહ્યો છે. ફરેણીના રહેવાસીઓનો આક્ષેપ છે કે ડેન્ગ્યુની બીમારીને નાથવાની કામગીરીમાં ધોરાજી તાલુકાનો આરોગ્ય વિભાગ નિષ્ફળ ગયો છે. તો સામે પક્ષે આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે હાલ ગામમાં ફોગિંગની અને દવા છાંટવાની કામગીરી ચાલી જ રહી છે. સાથે જ વિભાગ દ્વારા ડેન્ગ્યુને લઈને લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.

જાહેર છે કે ઓછી વસ્તી ધરાવતા ફરેણી ગામમાં વધુ કેસ હોવાનું ગ્રામવાસીઓનું કહેવું છે. એક નાગરિકે કહ્યું કે નાનકડા ગામમાં ઘરે ઘરે દર્દી છે. ત્યારે આરોગ્ય વિભાગ સાચા આંકડા છૂપાવી રહ્યો છે. ત્યારે ગામમાં કોઈ સુવિધા ન આપવા હોવાની વાત પણ ગ્રામજનો એ કહી છે. સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ પડી રહ્યો છે. આવામાં મચ્છરજન્ય રોગોનું જોખમ પણ વધ્યું છે.

 

 

આ પણ વાંચો: હોદ્દો સંભાળતા રાજેન્દ્ર ત્રિવેદીએ ઉચ્ચારી ચિમકી, કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગત નહીં ચાલે

આ પણ વાંચો: Surat: શહેરના માથાભારે આરોપી અશરફ નાગોરીને ATS એ ઝડપી પાડ્યો, આરોપી સામે ગુજસીટોકનો ગંભીર ગુનો

Next Video