RAJKOT : કોઇ સંગીતના સૂર રેલાવી રહ્યુ છે, કોઇ સરકારનો આભાર માની રહ્યુ છે, કોરોનાને મ્હાત આપી હરખના આંસુ સારી રહ્યા છે દર્દીઓ

|

May 04, 2021 | 12:50 PM

RAJKOT : શહેરમાં કોરોના કેસમાં ક્રમશ: સ્થિતિ સુધરી રહી છે. ત્યારે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓ પોતાના અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં એક દર્દી કોરોનાને મ્હાત આપતાની સાથે જ સંગીતના સૂર રેલાવા લાગ્યા હતા.

RAJKOT : કોઇ સંગીતના સૂર રેલાવી રહ્યુ છે, કોઇ સરકારનો આભાર માની રહ્યુ છે, કોરોનાને મ્હાત આપી હરખના આંસુ સારી રહ્યા છે દર્દીઓ
સંગીતના સૂર રેલાવનાર દર્દી

Follow us on

RAJKOT : શહેરમાં કોરોના કેસમાં ક્રમશ: સ્થિતિ સુધરી રહી છે. ત્યારે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓ પોતાના અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં એક દર્દી કોરોનાને મ્હાત આપતાની સાથે જ સંગીતના સૂર રેલાવા લાગ્યા હતા. નર્સિગ સ્ટાફની સાથે જે બેડમાં સારવાર લીધી તે જ બેડમાં પ્યાનો સાથે જબ કોઇ બાત બિગડ જાયેના સૂર રેલાવીને નર્સિંગ સ્ટાફનો આભાર માની રહ્યા છે.

આ તરફ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં 70 વર્ષીય મહિલાએ કોરોનાને મ્હાત આપી હતી.અંજના ભાયાણી નામના મહિલાએ છેલ્લા 10 દિવસથી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા.અને 10 દિવસ બાદ કોરોનાને મ્હાત આપી હતી. જેમાં તેમણે સરકારી તંત્રનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

અંજનાબેનના દિકરી સ્વાતી ભાયાણીએ કહ્યુ હતુ કે ખાનગી હોસ્પિટલમાં રૂપિયા આપવા છતા પણ પ્લાઝમા,ઇન્જેકશન માટે લાઇનો લગાવી પડે છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

ચૌધરી હાઇસ્કૂલમાં લાઇનો ખૂટી
રાજકોટમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો આવ્યો છે ત્યારે સિવીલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે જ્યાં 80 થી 100 વાહનોની લાંબી લાઇનો લાગતી હોય છે તેના બદલે એક પણ દર્દીની લાઇનો લાગી નથી જે ખૂબ જ રાહતના સમાચાર છે.

રિકવરી રેટ 88 ટકા,પોઝિટિવીટી રેટમાં 40 ટકાનો ઘટાડો

રાજકોટના વહિવટી વિભાગ દાવો કરી રહ્યું છે કે શહેરમાં કેસો ઘટતા પોઝિટિવીટી રેટમાં 40 ટકા જેટલો ઘટાડો થઇ રહ્યો છે આ ઉપરાંત રાજકોટનો રિકવરી રેટ 88 ટકા પહોંચ્યો છે.રાજકોટમાં સંજીવની રથ અને 104 હેલ્પલાઇનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અને ત્રણ ગણા કેસમાં ઘટાડો થયો છે.

Next Article